AAP નેતા સંજય સિંઘનો દાવો,80 બેઠકો પર ફરી ચૂંટણી થાય તો સરકાર ઉથલી જાય
જ્યારથી દુનિયાના સૌથી અમીર એલન મસ્કે EVM પર નિવેદન આપ્યું છે ત્યારથી ભારતના રાજકારણમાં ભડકો થયો છે. હવે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને EVMના મુદ્દે વાત કરી છે.
એલન મસ્કે નિવેદન આપ્યું હતુ કે EVM AIની મદદથી હેક થઇ શકે છે એટલે ચૂંટમીમાં EVMનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ. સંજય સિંહે કહ્યું કે અમેરિકા જેવો દેશ કહી રહ્યો છે કે EVM બંધ થવા જોઇએ. મુંબઇમાં EVMને કારણે શિવસેના ઉદ્ધવ ગ્રુપના સાંસદ માત્ર 48 વોટથી હારી ગયા. જો આવી 80 બેઠકો પર ફરીથી ચૂંટણી કરવામાં આવે તો ભાજપની સરકાર ઉથલી જાય,
સિંહે કહ્યું કે, EVMમાં એકવાર નહીં અનેક વખત ઘટના બની છે તો શું આ ચિંતાનો વિષય નથી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp