શું ચંપઈને CM પદના શપથ અપાવવા જાણી જોઈને મોડું કરાયું? સરવેએ કર્યા હેરાન
હેમંત સોરેનની ધરપકડ બાદ ઝારખંડમાં રાજકીય ઘટનાક્રમ તેજીથી બદલાયા. 31 જાન્યુઆરીએ તેમની ધરપકડ થઈ અને ચંપઈ સોરેને 2 ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા. ચંપઈ સોરેન સરકરને બહુમત સાબિત કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન 2 દિવસીય વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે અને સત્રના પહેલા દિવસે એટલે કે આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ ગયો છે સોરેન સરકારને બહુમત મળી ગયો છે. જો કે, સવાલ ઉઠી રહ્યો છે કે શું 10 દિવસનો જે સમય બહુમત સાબિત કરવા માટે આપવામાં આવ્યો છે એ ધારાસભ્યોને ખરીદ કે હોર્સ ટ્રેડિંગને તો પ્રોત્સાહન નહીં આપે?
ABP અને C વૉટરે પોતાના સર્વેમાં જનતાને તેને લઈને સવાલ પૂછ્યા છે. તેમને સાથે જ સવાલ કરવામાં આવ્યો કે શું ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદના શપથ અપાવવામાં જાણી જોઈને મોડું કરવામાં આવ્યું? ચાલો જાણીએ આ સવાલ પર જનતા શું કહે છે.
શું ઝારખંડમાં 10 દિવસમાં બહુમત સાબિત કરવાનું ચેલેન્જ હોર્સ ટ્રેડિંગને પ્રોત્સાહન આપશે? 50 ટકા લોકોએ આ સવાલનો જવાબ 'હા'માં આપ્યો, જ્યારે 25 ટકા લોકો માને છે કે તેનાથી એમ નહીં થાય. તો 25 ટકા લોકોએ આ સવાલનો જવાબ 'કહી નહીં શકાય'માં આપ્યો.
શું ઝારખંડમાં 10 દિવસમાં બહુમત સાબિત કરવાનું ચેલેન્જ હોર્સ ટ્રેડિંગને પ્રોત્સાહન આપશે?
હા: 50 ટકા
નહીં: 25 ટકા
કહી નહીં શકાય: 25 ટકા
બીજો સવાલ પૂછવામાં આવ્યો કે ચંપઈ સોરેનને શપથ અપાવવામાં શું જાણી જોઈએ મોડું થયું. 47 ટકા લોકોએ કહ્યું કે જાણીજોઇને મોડું કરવામાં આવ્યું છે, જ્યારે 27 ટકા લોકોનો જવાબ નહીં'માં હતો. તો 26 ટકા લોકોએ 'કહી નહીં શકાય'માં જવાબ આપ્યો છે.
શું ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદના શપથ અપાવવામાં જાણી જોઈને મોડું કરવામાં આવ્યું?
હા: 47 ટકા
નહીં: 27 ટકા
કહી નહીં શકાય: 26 ટકા.
બિહાર-ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં રાજકીય પારો ગરમ છે. આ મુદ્દા પર ABP ન્યૂઝ માટે C વૉટરે ત્વરિત સર્વે કર્યો છે. આ સર્વેમાં 1,299 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા. સર્વે 3 ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવ્યો છે. સર્વેમાં માર્જિન એરર પ્લસ માઇનસ 3થી પ્લસ માઇનસ 5 ટકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp