ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના મતે સંસદમાં બનેલી ઘટના 'નાની વાત' છે

PC: twitter.com

સંસદ ભવનમાં થયેલી સુરક્ષા ચૂક મામલે વિપક્ષ મોદી સરકારને ઘેરી રહી છે, ત્યારે ભાજપના નેતાને આ નાની ઘટના લાગે છે. હાલમાં મધ્ય પ્રદેશમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે સંસદની સુરક્ષા ચૂકની ઘટનાને નાની ઘટના કહી દીધી છે. કૈલાશ વિજયવર્ગીયે કહ્યું હતું કે, મને લાગે છે કે વિપક્ષે બહુ નાની વસ્તુને મોટી બનાવી દીધી છે, જ્યારે એનાથી મોટી ઘટના એ હતી કે, કોંગ્રેસના સાંસદના ઘરેથી મળેલી 400 કરોડની બેનામી સંપત્તિ મળી છે, તેનો જવાબ તો કોઈએ નથી આપ્યો.

કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, ધીરજ સાહુનો મામલો દબાઈ જાય એટલા માટે વિપક્ષ સંસદની સુરક્ષાના મુદ્દાને જબરદસ્તી ઉઠાવી રહ્યો છે. આ મોટો વિષય નથી, તેની તપાસ ચાલી રહી છે. હોમ મિનિસ્ટરે પણ કહ્યું છે કે, તેની જડ સુધી જશે. તેમ છતા જો સંસદમાં હંગામો કરી રહ્યા હોવ તો એવું લાગે છે કે, તેમનો ઈરાદો સારો નથી.

સંસદમાં સુરક્ષામાં થયેલી ચૂક મામલે વિપક્ષ માગ કરી રહી છે કે હોમ મિનિસ્ટર અમિત શાહ સદનમાં આવીને સુરક્ષામાં થયેલી ચૂક મામલે નિવેદન આપે, પરંતુ અમિત શાહે સદનની જગ્યાએ મીડિયાને આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. અમિત શાહે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સંસદમાં થયેલી ઘટના વિશે સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું હતું કે, આ એક ગંભીર મામલો છે. લોકસભા અધ્યક્ષે આનું સંજ્ઞાન લીધું છે. વિપક્ષ આના પર રાજનીતિ કરી રહ્યું છે. હું એવું નથી કહી રહ્યો કે, આમાં કોઈ ચૂક નથી થઈ, ચૂક નિશ્ચિત થઈ છે, ત્યારે જ આ ઘટના બની છે. બધાને ખબર છે સંસદ સુરક્ષા લોકસભા અધ્યક્ષના અંતર્ગત આવે છે. અધ્યક્ષજીએ ભારત સરકારની હોમ મિનિસ્ટ્રીને લેટર લખ્યો છે. અમે કમિટિ બનાવી છે, જેમાં ઘણી એજન્સીઓના સભ્યો છે. થોડા દિવસોમાં આનાો રિપોર્ટ અધ્યક્ષ પાસે આવી જશે.

અમિત શાહે કહ્યું હતું કે, સંસદની સુરક્ષામાં ચૂકની લગભગ 40 ઘટનાઓ બની છે, જેમાં પરચી નાખવાથી લઈને પિસ્ટોલ લઈને અંદર ઘૂસવા અને નારા લાગવાની ઘટના બની છે. એવા મામલે દરેક વખતે લોકસભા અધ્યક્ષે સંજ્ઞાન લીધું છે. તેમણે જણાવ્યું કે, સંસદમાં સુરક્ષા ચૂક મામલે રિપોર્ટ 15-20 દિવસમાં આવી જશે, જેના પર અધ્યક્ષ નિર્ણય લેશે. લોકસભાની સુરક્ષાને આગળ કેવી રીતે મજબૂત કરવામાં આવે, તેના પર રિપોર્ટ આપવાનું કામ પણ કમિટિને સોંપવામાં આવ્યું છે.

સંસદ ભવનના ઘૂષણખોરને સંસદ સભ્યોએ મેથીપાક આપ્યો, જુઓ વીડિયો

સંસદ ભવનમાં ચર્ચા દરમિયાન દર્શક ગેલેરીમાંથી બે યુવકો ગૃહમાં કૂદી પડ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. બંનેએ સ્મોક કલરનો ઉપયોગ કરીને સંસદ ભવનમાં ધૂમાડો-ધૂમાડો કરી દીધો હતો. યુવકો જ્યારે ગૃહમાં કૂદ્યા અન્ય સાંસદો એલર્ટ થઈ ગયા હતા અને સુરક્ષાકર્મીઓ આવે એ પહેલા જ આ યુવકને પકડવાની કોશિશ કરી હતી અને તેમને સફળતા પણ મળી હતી. પરંતુ જ્યારે આ યુવક પકડાયો ત્યારે સંસદ સભ્યોએ આ યુવકની બરાબરની ધૂલાઈ કરી હતી. કપડા ખેંચી-ખેંચીને યુવકને ધોયો હતો.

સાંસદ હનુમાન બેનીવાલ અને મલુક નાગરે એક યુવકને પકડી લીધો હતો અને ધનાધન મૂક્કાનો વરસાદ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રિપોર્ટ મુજબ આ ઘટનામાં છ લોકો જોડાયેલા છે, જેમાંથી બે લોકો સંસદ ભવનની અંદરથી અને બે લોકો સંસદ ભવનની બહારથી ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે લોકો હજુ પકડથી દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp