લોકસભાના આ નિયમ મુજબ રાહુલ ગાંધીના શબ્દો પર કાતર ફેરવી દેવાઇ
લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 29 જુલાઇને સોમવારે જે નિવેદન આપ્યું તેના ભાષણના કેટલાંક અંશો રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પહેલાં જ્યારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા વખતે પણ રાહુલના ભાષણ પર કાતર ફેરવી દેવામાં આવી હતી. લોકસભાના કયા નિયમ હેઠળ આવું કરવામાં આવે છે તે વિશે જણાવીશું.
રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં પોતાના ભાષણમાં 4 નામનો ઉલ્લેખ કર્યો હતો. મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી. આ બાબતે ભાજપના સાંસદોએ લોકસભા સ્પીકરને ફરિયાદ કરી હતી. સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ કહ્યું હતું કે, જે ગૃહના સાંસદ ન હોય તેમના નામ બોલી શકાય નહીં. આર્ટિકલ 380 મુજબ લોકસભા સ્પીકરને સત્તા આપવામાં આવી છે કે જો કોઇ સાંસદનું નિવેદન યોગ્ય ન હોય તો તેના કેટલાંક અંશો સ્પીકર હટાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp