મહાદેવ બેટિંગ એપના આરોપીની પલટી, CM બઘેલને 508 કરોડ આપવાની વાતથી કર્યો ઇનકાર

PC: tv9hindi.com

મહાદેવ બેટિંગ એપ કેસમાં નવું ટ્વીસ્ટ આવી ગયું છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવેલા એક કુરિયરે એક સ્પેશિયલ કોર્ટ સમક્ષ કહ્યું કે, તેને એક ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો છે અને તેણે ક્યારેય કોઈ નેતાને કેશ આપ્યા નથી. EDએ છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણના 4 દિવસ અગાઉ કેશ કુરિયર અસીમ દાસ અને કોન્સ્ટેબલ ભીમ સિંહ યાદવની ધરપકડ કરી હતી.

એજન્સી મુજબ, અસીમ દાસના વકીલ શોએબ અલ્વીએ જણાવ્યું કે, બંનેને તેમની જ્યુડિશિયલ કસ્ટડીની અવધિ સમાપ્ત થવા પર શુક્રવારે મની લોન્ડ્રિંગ કેસમાં સ્પેશિયલ ન્યાયાધીશ અજય સિંહ રાજપૂત સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 7 દિવસ માટે વધારી દીધી છે. અસીમ દાસે જેલથી EDના ડિરેક્ટરને એક પત્ર લખ્યો હતો અને 17 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સહિત ઉચ્ચ અધિકારીઓને કોપીઓ પણ મોકલી હતી.

જેમાં કહેવામાં આવ્યું હતું કે તેને કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે અને કેન્દ્રીય તપાસ એજન્સીએ તેને એક નિવેદન પર હસ્તાક્ષર કરવા મજબૂર કર્યો હતો. અલ્વીએ કહ્યું કે, અંગ્રેજી એક એવી ભાષા છે જેને તે સમજતો નથી. તેમણે કોર્ટને પત્રને કેસ રેકોર્ડના હિસ્સાના રૂપમાં સ્વીકાર કરવાનો આગ્રહ કર્યો. અસીમ દાસે પોતાના પત્રમાં કહ્યું કે, બાળપણના મિત્ર શુભમ સોની દ્વારા બોલાવ્યા બાદ તે આ વર્ષે ઓક્ટોબરમાં 2 વખત દુબઈ ગયો હતો. યાત્રાની વ્યવસ્થા સોનીએ કરી હતી.

તો ED મુજબ, સોની આ કેસમાં મુખ્ય આરોપીમાંથી એક છે. અલ્વીએ કહ્યું કે, અસીમ દાસે પોતાના પત્રમાં કહ્યું કે, શુભમ સોની છત્તીસગઢમાં એક બિઝનેસ શરૂ કરવા માગતો હતો અને તેણે દાસને તેના માટે કેશની વ્યવસ્થા કરવાનો વાયદો કર્યો હતો. સાથે જ તેના માટે કામ કરવા કહ્યું. જે દિવસે તેની ધરપકડ કરવામાં આવી, એ દિવસે દાસને રાયપુર એરપોર્ટ પર પાર્કિંગમાં ઊભી એક કાર લેવા અને રાયપુરમાં VIP રોડ પર એક હોટલમાં ચેક ઇન કરવા કહેવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેને રોડ પર ગાડી પાર્ક કરવા કહેવામાં આવ્યું, જ્યાં એક વ્યક્તિએ કેશથી ભરેલી બેગ કારમાં રાખી અને જતી રહી. અલ્વીએ કહ્યું કે, અસીમ દાસે પત્રમાં દાવો કર્યો હતો કે મને ફોન પર પોતાની હોટલ રૂમમાં પરત જવા કહેવામાં આવ્યું અને થોડા સમય બાદ EDના અધિકારી મારી રૂમમાં આવ્યા અને મને સાથે લઈ ગયા. ત્યારબાદ મને લાગ્યું કે મને ફસાવવામાં આવી રહ્યો છે. મેં ક્યારેય પણ કોઈ રાજનીતિક નેતા કે કાર્યકર્તાને પૈસા કે કોઈ અન્ય સહાયતા આપી નથી.

જ્યારે EDએ 3 નવેમ્બરે દાવો કર્યો હતો કે ફોરેન્સિક તપાસ અને કેશ કુરિયર દાસના એક નિવેદનથી ચોંકાવનારા આરોપ લાગ્યા છે કે મહાદેવ બેટિંગ એપ પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલને લગભગ 508 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. જો કે એ તપાસનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp