ફરી ટેન્શનમાં શિંદે સરકાર, ચૂંટણી અગાઉ મનોજ જરાંગેનું અલ્ટીમેટમ, છઠ્ઠી વખત..
મહારાષ્ટ્રમાં મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ મંગળવારે પોતાના સમુદાયને અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણી હેઠળ અનામત આપવાની માગને લઈને અનિશ્ચિતકાલીન અનશન શરૂ કરી દીધું છે. મનોજ જરાંગેનું એક વર્ષ કરતા વધુની અવધિમાં આ છઠ્ઠુ અનશન છે. તેમણે છત્રપતિ સંભાજીનગરથી લગભગ 75 કિમી દૂર જાલનામાં જિલ્લાના પોતાના પૈતૃક સ્થાન અંતરવાલી સરાટી ગામમાં મધ્ય રાત્રીથી અનશન શરૂ કર્યું. પોતાના આંદોલન અગાઉ સંવાદદાતાઓને સંબોધિત કરતા મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર સરકાર પર સમુદાયને જાણીજોઇને અનામત ન આપવાનો આરોપ અગાવ્યો અને કહ્યું કે, મરાઠા પોતાની માગોને પૂરી કરવા માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વધુ એક તક આપી રહ્યા છીએ.
તેમણે સત્તાધારી પાર્ટીઓને ચીમકી પણ આપી કે જો સમુદાયની માગ પૂરી ન કરવામાં આવી તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેના પરિણામ ભોગવવા પડશે. જરાંગે એ ડ્રાફ્ટ અધિસૂચનાના ક્રિયાન્વયની માગ કરી રહ્યા છે જેમણે કુનબી સમુદાયને મરાઠા સમુદાયના સભ્યોના ‘સગે સાયરે’ (રક્ત સંબંધી)ના રૂપમાં માન્યતા આપવામાં આવી છે અને તેમને અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણી હેઠળ અનામત આપવામાં આવે. મનોજ જરાંગેએ કહ્યું કે, તેઓ એવું પણ ઈચ્છે છે કે તેમના આંદોલન દરમિયાન મરાઠા સમુદાયના ઘણા સભ્યો વિરુદ્ધ નોંધાયેલા કેસ પરત લેવામાં આવે.
તેમણે કહ્યું કે, મરાઠા સમુદાય મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સરકાર જાણીજોઇને અનામત આપી રહી નથી. એ સિવાય તેઓ કહે છે કે અમે રાજનીતિક ભાષા બોલી રહ્યા છીએ. હું હવે રાજનીતિક ભાષા નહીં બોલું, પરંતુ આ નાયબ મુખ્યમંત્રી ફડણવીસ માટે વધુ એક તક છે. તેમણે કહ્યું કે, મારો સમુદાય રાજનીતિમાં પ્રવેશ કરવા માગતો નથી. સરકારે વટહુકમ પાસ કરવો જોઈએ કે મરાઠા અને કુનબી એક નથી. વર્ષ 2004માં પાસ વટહુકમમાં સુધાર કરવો જોઈએ. ‘રક્ત સંબંધીઓ’ઓની અધિસૂચનાને તાત્કાલિક લાગૂ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે, જાહેર કરવામાં આવેલા પ્રમાણપત્રોના આધાર પર જે પણ તેની માગ કરે છે, તેમને પ્રમાણપત્ર આપવા જોઈએ. આંદોલનકારીઓ પર નોંધાયેલા કેસ પરત લેવા જોઈએ. મનોજ જરાંગેએ કહ્યું કે, ફડણવીસનું સમર્થન કરનારા નેતાઓએ તેમની સાથે વાત કરવી જોઈએ. સમુદાય જોઈ રહ્યો છે કે અનામત કોણ આપશે. તેમણે ચીમકી આપી કે બાદમાં કોઈ પણ પરિણામ માટે તેમને દોષી ઠેરવવા ન જોઈએ. ગયા વર્ષે એક સપ્ટેમ્બર બાદ આ તેમનું છઠ્ઠુ અનિશ્ચિતકાલીન અનશન છે. મનોજ જરાંગેએ સગે સાયરે (રક્ત સંબંધી) અધિસૂચનના ડ્રાફ્ટ પર સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા પૂર્વવર્તી હૈદરાબાદ અને સાતારા રજવાડાઓ તેમજ બોમ્બે પ્રેસિડેન્સીના સમયના ‘ગેઝેટને લાગૂ કરવાની માગ કરી.
તેમણે કહ્યું કે, આર્થિક રૂપે નબળા (EWS) શ્રેણીમાંથી (શૈક્ષણિક પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે) ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓને કોઈ કારણ વિના હટાવવામાં આવી રહ્યા છે. તેમને રોકવા જોઈએ. EWS, OBC અને સામાજિક તેમજ આર્થિક રૂપે પછાતો માટે બધા 3 વિકલ્પ ખુલ્લા રાખવા જોઈએ. મરાઠા સમુદાયના ઉમેદવાર તેમાંથી એકની પસંદગી કરશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર વિધાનસભાએ સર્વસંમતીથી એક બિલ પાસ કર્યું હતું જેમાં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠાઓ માટે એક અલગ શ્રેણી હેઠળ 10 ટકા અનામત પ્રદાન કરવામાં આવ્યું હતું, પરંતુ મનોજ જરાંગે OBC શ્રેણી હેઠળ સમુદાયને કોટા આપવાની પોતાની માગ પર અડગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp