રાજસ્થાનના સીએમ બની રહ્યા છો ને..કોંગ્રેસના મોટા નેતાએ સવાલ પૂછતા બાલકનાથ...

PC: https://twitter.com/ANI

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમત તો હાંસલ કરી લીધું છે, પરંતુ ભાજપ હાઇકમાન તરફથી અત્યાર સુધી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી નથી. જેને લઈને ચર્ચાઓનો બજાર ગરમ છે. આ ચર્ચામાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત ઘણા લોકોનું નામ મુખ્યમંત્રી બનવાની રેસમાં આવી રહ્યા છે. તેમાંથી એક નામ મહંત બાલકનાથનું નામ પણ છે. આ દરમિયાન સાંસદ પરિસરમાં સોમવારે સંસદના શિયાળું સત્ર દરમિયાન જ્યારે પરિસરમાં અધીર રંજન ચૌધરીએ મહંત બલકનાથને મળ્યા તો તેમણે મજાકીયા અંદાજમાં પૂછ્યું કે, 'રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બની રહ્યા છો ને?

અધીર રંજન ચૌધરીના સવાલ પર બાલકનાથ માત્ર હસ્યાં અને આગળ વધી ગયા. સાંસદ બાલકનાથને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તિજારા વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ 6,600 કરતા વધુ મતોથી આ ચૂંટણીમાં જીત્યા છે. આ જીત બાદ બાલકનાથ દિલ્હી પહોંચ્યા હતા. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી લડનારા ભાજપના સાંસદ મહંત બાલકનાથનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં ચાલી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તુલના કરતા તેમને રાજસ્થાનના યોગી કહેવામાં આવી રહ્યા છે. OBC વર્ગથી આવનારા મહંત બાલકનાથ મસ્તનાથ મઠના આઠમા મહંત છે. પાર્ટીએ બાલકનાથને તિજારા વિધાનસભા સીટથી ચૂંટણી લડાવી હતી. ચૂંટણી અગાઉ એક સર્વેમાં 13 ટકા લોકોએ મહંત બાલકનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. મુખ્યમંત્રીની રેસમાં વસુંધરા બાદ બીજા નંબર પર મહંત બાલકનાથ જ છે.

જયપુર રાજ પરિવાર સાથે સંબંધ ધરાવતા દીયા કુમારી આ સમયે રાજસમંદથી ભાજપના સાંસદ છે. પાર્ટીએ તેમને જયપુરની વિદ્યાધરનગર સીટથી ઉમેદવાર બનાવ્યા હતા. આ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નજીકના નરપત સિંહ રાજવીની ટિકિટ કાપવામાં આવી હતી. દીયા કુમારીને વસુંધરા રાજેનો વિકલ્પ માનવામાં આવી રહ્યા છે. જો કે, ચૂંટણી અગાઉ થયેલા સર્વેમાં દીયા કુમારીને મુખ્યમંત્રી તરીકે માત્ર 3 ટકા લોકોએ પોતાની પસંદ બતાવ્યા છે.

ગજેન્દ્ર સિંહ શેખાવત આ સમયે કેન્દ્ર સરકારમાં જેલ શક્તિ મંત્રી છે. તેઓ જોધપુર લોકસભા સીટ પરથી સાંસદ છે. ગજેન્દ્ર સિંહ શેખાવતની રાજસ્થાનમાં સારી પકડ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ટિકિટ વહેંચણીમાં પણ શેખાવતની સારી ભૂમિકા હતી. ચૂંટણી અગાઉ સર્વેમાં 6 ટકા લોકોએ ગજેન્દ્ર સિંહ શેખાવતને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp