27 દિવસ બાદ રાજસ્થાને મંત્રીઓ મળ્યા, 22 મંત્રીઓએ લીધી શપથ

PC: twitter.com

રાજસ્થાનમાં ફાઈનલી મંત્રીમંડળનો વિસ્તાર થઈ ગયો છે અને મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાઈ ગયો છે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ આજે નવા મંત્રીઓને શપથ અપાવી હતી. સાંસદ પદ છોડીને ધારાસભ્ય બનેલા કિરોડીલાલ મીણા, રાજ્યવર્ધન સિંહ રાઠોરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલે 22 મંત્રીઓને શપથ અપાવી છે, જેમાં 12 કેબિનેટ મંત્રી અને 5 રાજ્ય મંત્રી(સ્વતંત્ર પ્રભાર) 5 રાજ્ય મંત્રીનો સમાવેશ થાય છે.

કેબિનેટ મંત્રીની શપથ લેનારા નેતા

કિરોડીલાલ મીણા

ગજેન્દ્રસિંહ ખીવસર

રાજ્યવર્ધન સિંહ

બાબૂલાલ ખરાડી

મદન દિલાવર

જોગારામ પટેલ

સુરેશ સિંહ રાવત

અવિનાશ ગેહલોત

જોરારામ કુમાવત

હેમંત મીણા

કન્હૈયાલાલ ચૌધરી

સુમિત ગોદારા

રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર)ની શપથ લેનારા નેતાઓ

સંજય શર્મા

ગૌતમ કુમાર દક

ઝાબર સિંહ ખરા

સુરેન્દ્રપાલ ટીટી

હીરાલાલ નાગર

રાજ્યમંત્રીની શપથ લેનારા નેતાઓ

ઓટારામ દેવાસી

વિજયસિંહ ચૌધરી

મંજુ બાઘમાર

કેકે વિશ્નોઈ

જવાહર સિંહ બેઢમ

તમે જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ભાજપે 115 સીટો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 69 સીટ જ મળી હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થતા 200 માંથી 199 સીટ પર જ ચૂંટણી યોજાઈ હતી. પાર્ટીએ બધાને ચોંકાવીને ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા CM બનાવ્યા હતા. તેમણે 15 ડિસેમ્બરના રોજ CM પદની શપથ લીધી હતી, એના પંદર દિવસ બાદ આજે મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ નાયબ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp