શિવસેનાના MLA નીતિન દેશમુખના અપહરણવાળા દાવા પર શિંદેનો પલટવાર, શેર કરી આ તસવીર

PC: ANI

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ચૂક્યો છે જેના કારણે મહાવિકાસ અઘાડી સરકારની ખુરશી ડગમગી ગઈ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં રોજ નવા દાવ પેંચ જોવા મળી રહ્યા છે. શિવસેનામાંથી બળવો કરનારા ધારાસભ્યોમાં સામેલ રહેલા નીતિન દેશમુખે પક્ષ બદલાતા કહ્યું કે, તેઓ ઉદ્ધવ સેનાના સૈનિક છે અને તેમને બળજબરીપૂર્વક સુરત લઈ જવામાં આવ્યા હતા અને મુશ્કેલીથી બચીને મુંબઈ પહોંચ્યા છે. તેના પર એકનાથ શિંદેની સેનાએ પલટવાર કરતા એક તસવીર શેર કરીને નીતિન દેશમુખના આરોપોનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે.

એકનાથ શિંદેના ગ્રુપ તરફથી જાહેર કરવામાં આવેલા આ ફોટામાં નીતિન દેશમુખ પ્લેન બહાર બે ધારાસભ્યો સાથે નજરે પડી રહ્યા છે અને ખુશ દેખાઈ રહ્યા છે, તો એક અન્ય ફોટોમાં તેઓ પ્લેનની અંદર નજરે પડી રહ્યા છે, તેમાં પણ હસતા નજરે પડી રહ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ સુરત જતી વખતનો ફોટો છે. ત્યાં પહોંચ્યા બાદ નીતિન દેશમુખના સૂર બદલાયેલા નજરે પડ્યા. શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે એકનાથ શિંદે પર બળજબરીપૂર્વક સુરત લઈ જવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, અમને બળજબરીપૂર્વક સુરત લઈ જવામાં આવ્યા. અમે ભાગવાનો પ્રયત્ન કર્યો તો સુરત પોલીસે અમને પકડી લીધા. ડૉક્ટરે મને કહ્યું કે, મને હાર્ટ એટેક આવ્યો છે, જ્યારે મને કોઈ પરેશાની નહોતી. લગભગ 300 થી 350 પોલીસકર્મીઓએ અમારા લોકો પર નજર બનાવી રાખી હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે, મારા પહેલા પ્રકાશ અબિત્કરે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. જેવા જ અમે સુરતની હોટેલમાં પહોંચ્યા તેવા જ અમને મહાવિકાસ અઘાડી સરકાર બાબતે કાવતરાની જાણકારી મળી.

નીતિન દેશમુખ એ બળવો કરનારા ધારાસભ્યોમાં સામેલ હતા, જે એકનાથ શિંદે સાથે સુરત પહોંચ્યા હતા. જ્યારે બળવો કરનારા ધારાસભ્યો સાથે સંપર્ક થઈ શકતો નહોતો, તો નીતિન દેશમુખની પત્ની પ્રાંજલી નીતિન દેશમુખે પતિ ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. નીતિન દેશમુખ ગાયબ થવાને લઈને સંજય રાઉતે દાવો કર્યો હતો કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે એ છતા ભાજપના લોકોએ તેમને બંધક બનાવીને રાખ્યા છે. પોલીસ આ બાબતે પુરી તપાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp