કેજરીવાલની ધરપકડ પછી AAP-INDIA ગઠબંધને બનાવી મોટી રણનીતિ, 31 માર્ચે શું કરશે?

PC: twitter.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનીની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી ફરી એકવાર દિલ્હીના એ જ ઐતિહાસિક મેદાનમાં જવાની તૈયારી કરી રહી છે જ્યાંથી લગભગ દોઢ દાયકા પહેલા પાર્ટીના સૌથી મોટા નેતા તરીકે અરવિંદ કેજરીવાલ ઉભર્યા હતા.આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે રવિવારે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓનું INDIA ગઠબંધન 31 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશ અને લોકશાહીના હિતોની રક્ષા માટે એક મેગા રેલી કરશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત રીતે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ AAPએ આ જાહેરાત કરી છે.

AAPના દિલ્હી એકમના સંયોજક ગોપાલ રાયે જણાવ્યું હતું કે, દેશમાં જે થઈ રહ્યું છે તેની સામે અમે 31 માર્ચે રામલીલા મેદાનમાં મેગા રેલી કરીશું. આ રેલીમાં INDIA ગઠબંધનના ટોચના નેતાઓ સામેલ રહેશે. ગોપાલ રાયે કહ્યુ કે, લોકતંત્ર અને દેશ જોખમમાં છે. દેશની હિતો અને લોકતંત્રના રક્ષણ માટે INDIA ગઠબંધનમાં સામેલ બધી પાર્ટીઓ મહારેલી કરશે.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓને સમાન તક આપવામાં આવી રહી નથી. તેમણે તેમની પાર્ટીના ખાતાઓ ફ્રીઝ કરવા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર પ્રકાશ પાડ્યો હતો. લવલીએ કહ્યું કે,31 માર્ચની મહારેલી માત્ર એક રાજકીય રેલી જ નહીં પરંતુ દેશની લોકશાહીને બચાવવા અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવવા માટે પણ આહવાન કરશે.

આ પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાઉન્સિલરો સહિત પક્ષના નેતાઓ ભાવિ વ્યૂહરચના બનાવવા માટે રવિવારે એક બેઠક કરશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકની અધ્યક્ષતા AAP નેતા અને રાજ્યસભાના સભ્ય સંદીપ પાઠક કરશે. એક સૂત્રએ જણાવ્યું કે, પાર્ટી પ્રમુખની ધરપકડ બાદ આ પહેલી મોટી બેઠક છે. આમાં પાર્ટીની ભાવિ રણનીતિ પર ચર્ચા થવાની સંભાવના છે.

અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવારે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે AAPના રાષ્ટ્રીય સંયોજકને 28 માર્ચ સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp