સંબિત પાત્રાએ હવે રૂપાલાની જેમ બે હાથ જોડીને માફી માગવી પડી, જાણો કેમ?

PC: prabhatkhabar.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પૂરી લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર સંબિત પાત્રાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ પર કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ ઊભો થઈ રહ્યો છે. તેમનો એક કથિત વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે, જેમાં તેઓ કોઈ ઓડિયા ચેનલને વાતચીતમાં એમ કહેતા સંભળાઈ રહ્યા છે ‘ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.’ ઉલ્લેનીય છે કે આપણા રાજકોટના ઉમેદવાર અને મંત્રી પરષોત્તમ રૂપાલાએ પણ રાજપૂત સમાજ અંગે આપેલા નિવેદનને લઇને બે હાથ જોડીને માફી માગવી પડી હતી. 

સંબિત પાત્રાની વાયરલ વીડિયો ક્લિપ પર પ્રતિક્રિયા આપતા ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, ‘મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા વ્યક્તિના ભક્ત કહેવા ભગવાનનું અપમાન છે. તેનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને દુનિયાભરમાં કરોડો જગન્નાથ ભક્તો અને ઓડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે.

સંબિત પાત્રાએ પોતાના નિવેદન માટે માગી માફી:

ભાજપ નેતા સંબિત પાત્રાએ પોતાના નિવેદન પર સફાઇ આપતા એ વાત પર ભાર આપ્યો કે, તેમની જીભ લપસી ગઈ હતી. મુખ્યમંત્રી નવીન પટનાયકની X પોસ્ટ શેર કરતા સંબિત પાત્રાએ લખ્યું કે, ‘આજે પુરીમાં નરેન્દ્ર મોદીના રોડ શૉની ભારે સફળતા બાદ મેં ઘણી મીડિયા ચેનલોને બાઇટ્સ આપી. દરેક જગ્યાએ મેં ઉલ્લેખ કર્યો કે મોદીજી એક ઉત્સાહી અને શ્રીજગન્નાથ મહાપ્રભુના ભક્ત છે. મેં બરાબર ઊંધું ઉચ્ચારણ કરી દીધું.’

ભાજપના ઉમેદવારે કહ્યું કે, ‘હું જાણું છું કે તમે પણ જાણો છો અને સમજો છો. સર કોઈ અસ્તિત્વહીન મુદ્દાને મુદ્દો ન બનાવો. આપણાં બધાની ક્યારેક ને ક્યારેક જીભ લપસી જાય છે. ત્યારબાદ સંબિત પાત્રાએ ઓડિયા ભાષામાં એક વીડિયો નિવેદન જાહેર કર્યો અને માફી માગતા કહ્યું X પર લખ્યું કે, ‘હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવીને ક્ષમા યાચના કરું છું. પોતાની આ ભૂલ સુધાર અને પશ્ચાતાપ માટે આગામી 3 દિવસ હું ઉપવાસ પર રહીશ.’

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સંબિત પાત્રાની નિંદા કરતા તેમની ટિપ્પણીને ‘ભગવાનનું અપમાન’ બતાવ્યું. તેમણે કહ્યું કે, હું ભાજપના આ નિવેદનની સખત નિંદા કરું છું. તેમણે વિચારવાનું શરૂ કરી દીધું છે કે તેઓ ભગવાનથી ઉપર છે. આ અહંકારની પરાકાષ્ઠા છે. ભગવાનને મોદીજીના ભક્ત કહેવા ભગવાનનું અપમાન છે. સંબિત પાત્રાની ટિપ્પણીને લઈને કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહાર કર્યો.

પાર્ટીના X હેન્ડલ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, ભાજપના નેતા સંબિત પાત્રાનું કહેવું છે કે મહાપ્રભુ શ્રીજગન્નાથ નરેન્દ્ર મોદીના ભક્ત છે. આ મહાપ્રભુનું ઘોર અપમાન છે. આ નિવેદનથી કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. મોદી ભક્તિમાં ડૂબેલા સંબિત પાત્રાએ એમ કરવું જોઈતું નહોતું. આ પાપ કર્યું છે. નરેન્દ્ર મોદીએ પોતે આ ધ્રૃણિત નિવેદન માટે માફી માગવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp