ચૂંટણીમાં હાર બાદ છલકાયું પાયલટનું દુખ, કહ્યું- આટલી મહેનત કરીએ છતા...

PC: twitter.com

રાજસ્થાનમાં ફરીએકવાર સત્તા બદલાવવાની પરંપરા લોકોએ જાળવી રાખી છે અને ફરીએકવાર રાજસ્થાનમાં સત્તા બદલાઈ ગઈ છે. ગયા ઈલેક્શનમાં કોંગ્રેસની સત્તા હતી, તો આ ઈલેક્શનમાં ભાજપે સરકાર બનાવી લીધી છે. જો કે આ વખતે ઈલેક્શનમાં એવું લાગતું હતું કે, કોંગ્રેસે સત્તા બદલવાની પરંપરાને તોડીને ફરીએકવાર સરકાર બનાવશે, પરંતુ એવું ના થઈ શક્યું. આના પર રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી CM સચિન પાયલટે ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે દરેક વખતે ખૂબ મહેનત કરીએ છીએ, પરંતુ ખબર નહીં કેમ દર પાંચ વર્ષ બાદ અમે હારી જઈએ છીએ.

પોતાના વિધાનસભા મતક્ષેત્રની જનતાનો આભાર વ્યક્ત કરતા ટોંક ગયેલા સચિન પાયલટે કહ્યું હતું કે, સદનની અંદર અને બહાર ન ફક્ત નવી સરકારની જવાબદારી નક્કી કરીશું, પરંતુ સશક્ત વિપક્ષની ભૂમિકા પણ ભજવીશું. સચિન પાયલટે કહ્યું હતું કે, ચૂંટણી પહેલા ભાજપના કેટલાય મોટા-મોટા નેતાઓ રાજસ્થાન આવ્યા હતા. એ નેતાઓએ પ્રદેશની જનતાને મોટા-મોટા વચનો આપ્યા. અમે બસ એમને એટલું જ કહીશું કે, તમે તમારા વચનો પૂરા કરો.

સચિન પાયલટે કહ્યું હતું કે, હજુ તો નવી સરકાર પોતાનું મંત્રીમંડળ પણ નથી બનાવી શકી, પરંતુ અમે તેમની જવાબદારી નક્કી કરવામાં કોઈ કસર નહીં છોડીએ. વિપક્ષમાં બેસવા છતા અમે નબળા નહીં પડીએ, કારણ કે આ વખતે અમે 70ની સંખ્યામાં જીતીને આવ્યા છીએ.

સચિન પાયલટે કહ્યું હતું કે, અમે દર વખતે ખૂબ મહેનત કરીએ છીએ, પણ ખબર નહીં કેમ દર પાંચ વર્ષે અમે ચૂંટણી હારી જઈએ છીએ.  આ વખતે તો જીતવાની પૂરી આશા હતી, પરંતુ પરિણામ એ જ રહ્યું કે અમે હારી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp