PM કહે છે- ‘ગાંધી’ ફિલ્મ આવી પછી દુનિયા ગાંધીજીને ઓળખતી થઇ, તમે શું કહો છો?

PC: indianexpress.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધીને કોઇ ઓળખતું નહોતું. પ્રથમ વખત જ્યારે ‘ગાંધી’ ફિલ્મ બની ત્યારે દુનિયાને એ જાણવામાં જિજ્ઞાસા ઉભી થઇ કે આ માણસ કોણ હતો? 1982માં બ્રિટનના ફિલ્મ ડાયરેકટર રિચર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી હતી.

PM મોદીએ ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, દુનિયામાં મહાત્મા ગાંધી એક મહાન આત્મા હતા. શું આ 75 વર્ષમાં આપણી જવાબદારી નહોતી કે આખી દુનિયા મહાત્મા ગાંધીને જાણે? ગાંધીજીને કોઇ જાણતું નથી. જ્યારે ફિલ્મ આવી ત્યારે દુનિયાને જિજ્ઞાસા થઇ.

PM મોદીએ કહ્યું હતું કે, જો માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલાને આખી દુનિયા જાણતી હોય તો પછી ગાંધીજી તેમનાથી કમ તો હતા નહીં. ગાંધી અને ગાંધીના માધ્યમથી ભારતને મહત્ત્વ મળવું જોઇતું હતું.

PMના નિવેદન પછી કોંગ્રેસ, TMC, AAP બધા વિરોધ પક્ષોએ નિશાન સાધ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp