સરકાર ખેડૂતો માટે છોડશે નર્મદાના નીર, આ વિસ્તારોને થશે લાભ

PC: deshgujarat.com

સરકારે ખારીકટ અને ફતેવાડી કેનાલમાં નર્મદાના નીર છોડવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ જિલ્લામાં ડાંગરના ઉભા પાકને પૂરતું પાણી મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી 15 જૂલાઈથી 45 દિવસ સુધી પાણી મળશે. નર્મદાના પાણીના કારણે 25 હજાર હેક્ટર વિસ્તારને તો લાભ થશે. પણ તેની સાથે ખારીકટ યોજનાના દસક્રોઈ, બારેચા અને માતર તાલુકામાં 4500 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. આ સાથે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ પડવાના કારણે સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં પણ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોનો ચોમાસુ પાક ન બગડે તે માટે આજી-2 ડેમમાંથી 70 MCFT પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નર્મદાના પાણી કેનાલમાં છોડીને એવી જ રીતે ખારિકટ અને ફતેવાડી કેનાલમાં પણ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. પીવાના પાણી માટે રાજકોટ સૌરાષ્ટ્રના અમુક ગામડાઓ, જામનગર અને કચ્છના અમુક ગામડાઓ એટલા માટે મચ્છુ ડેમ તેના આધાર પર આજી-૩ અને જામનગર વિસ્તારમાં પાણી મળી રહેશે. રાજકોટના આજી ન્યારીમાં પાણી પહોંચાડીને પાણીની સ્થિતિ વિકટ ન બને. ટપ્પર ડેમમાં પાણી પહોંચાડીને કચ્છમાં પાણી પુરતું મળી રહે તે માટે નર્મદામાંથી રાજ્ય સરકારે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

આપણે આશા રાખીએ કે, ભગવાનની કૃપાથી વરસાદ થાય અને આ સ્થિતીમાંથી આપણે બહાર નીકળી શકીએ. ચોમાસું પાક ખેડૂતોનો શરૂઆતથી જ મુરજાઈ ન જાય તે માટે સિંચાઈના પાણીનો તેમને લાભ થશે. પશુ-પક્ષી અને ઘાંસ ચારની વ્યસ્થામાં પણ લાભ થશે. સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં આ પાણીનો સદઉપયોગ થશે અને પ્રજાને લાભ થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp