ઉત્તર પ્રદેશના રાજકારણમાં બધું ઠીક નથી ચાલી રહ્યું

PC: outlookindia.com

ઉત્તર પ્રદેશના રાજકારણમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું આ અમે નથી કહી રહ્યા, પરંતુ ભાજપના નેતાઓ જ હવે ખુલ્લેઆમ બોલી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યા પછી હવે ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓ ખુલ્લેઆમ નિવેદન આપી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં અત્યારે અભિનંદન કાર્યક્રમો ચાલી રહ્યા છે. બદલાપુર બેઠકના ભાજપના ધારાસભ્ય રમેશ મિશ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, ઉત્તર પ્રદેશમાં બધું ઠીક નથી અને જો આવું જ રહેશે તો 2027માં ભાજપે રાજ્યમાં સરકાર ગુમાવવાનો વારો આવશે. કેન્દ્રીય નેતાગીરીએ હવે દખલગીરી કરવાની જરૂર છે.

તો તાજેતરમાં ભાજપના પૂર્વ મંત્રી મોતી લાલે કહ્યુ હતું કે, અત્યારે તહેસીલ અને પોલીસ વિભાગમાં જેટલો ભ્રષ્ટાચાર છે તેટલો 42 વર્ષમાં મે ક્યારેય જોયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp