અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં કેમ જોડાવવું છે?
અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ જ્યારે 18 એપ્રિલે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું ત્યારે બધાને શંકા હતી કે આ બંને ભાજપમાં જોડાશે. હવે આજે જાણવા મળ્યું છે કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા 27 એપ્રિલ, શનિવારે, વરાછામાં આવેલી મીની હીરાબજાર ખાતે સરદારની પ્રતિમાને હાર પહેરાવીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં સત્તાવાર જોડાશે.
હવે સવાલ એ છે કે ભાજપને અલ્પેશ અને ધાર્મિકને પાર્ટીમાં સામેલ કરવાની શું જરૂર પડી? રાજકારણના જાણકારોનું કહેવું છે કે, અલ્પેશ અને ધાર્મિક બંને પાટીદાર છે અને અમરેલી જિલ્લાના છે. અત્યારે ગુજરાતમાં રૂપાલાના નિવેદનને કારણે માહોલ બગડેલો છે અને કેટલીક બેઠકો પર અસર પડવાની સંભાવના છે. તો અલ્પેશ અને ધાર્મિક સૌરાષ્ટ્રમાં મદદ કરી શકે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp