OBCને 40 ટકાથી વધારે અનામત હોવી જોઈએ: અલ્પેશ ઠાકોર

PC: facebook.com/pg/alpeshthakorektamanch/

કેન્દ્ર સરકાર દ્વારા સાવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણયને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. જેથી હવે આવતી કાલથી ગુજરાતમાં 10 ટકા અનામતનો લાભ સાવર્ણોને આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ કરવામાં આવી છે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા રામદાસ અઠાવલેએ OBCને વધારે 10 ટકા અનામત આપવાની તરફેણ કરી છે. નોકરી અને શિક્ષણમાં 75 ટકા અનામત હોવી જોઈએ તેવું પણ રામદાસ અઠાવલેનું માનવું છે.

રામદાસ અઠાવલેના આ નિર્ણયને અલ્પેશ ઠાકોરે આવકાર્યો છે. આ મામલે અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશમાં OBCની 45 ટકા વધારે વસ્તી છે અને ગુજરાતમાં 54 ટકા વસ્તી છે ત્યારે OBCને અનામત મળી છે 27 ટકા. બીજી બાજુ અનામતની અંદર આવતી જ્ઞાતિ છે તેને અનામત શું છે તે ખબર જ નથી. એ જ્ઞાતિઓને અનામતનો ઉપયોગ કરતા શીખવાડવું પડશે. શિક્ષણનું સ્તર સુધારવું પડશે. આ સાથે OBCને 10 ટકા અનામત વધારવાનું રામદાસ અઠાવલેએ કહ્યું છે પણ વસ્તીના આધારે OBCને 40 ટકાથી વધારે અનામત હોવી જોઈએ, જેના થકી જે નાની જ્ઞાતિઓ છે તે સમાનતામાં આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp