ED આવી, MLAઅમાનતુલ્લાહે ગેટ ન ખોલ્યો અને મૂકી દીધી એક શરત, જુઓ વીડિયો

PC: statetimes.in

દિલ્હીમાં કથિત વક્ફ બોર્ડ કૌભાંડના સિલસિલામાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘર પર પહોંચ્યા, તો હાઇ વૉલ્ટેજ ડ્રામા થયા, ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ધારાસભ્ય ગેટ ખેલવાના ઇનકાર કરતા જંગલ પાછળથી અધિકારીઓ સાથે બહેસ કરતા રહ્યા. અખોલાના ધારાસભ્યએ દિલ્હી પોલીસ અને ED અધિકારીઓ સામે એક શરત રાખી દીધી. તેમણે ED અને દિલ્હી પોલીસ અધિકારીઓ પાસે એ વાતની ગેરંટી માગી કે જો તેમની ધરપકડ કરવામાં આવે છે તો તેમની કેન્સર પીડિત સાસુનું મોત નહીં થાય.

અમાનતુલ્લા ખાન ગેટ પર અધિકારીઓ સાથે દલીલ કરતા કહે છે કે શું તમે જવાબદારી લઈ રહ્યા છો કે મારી ધરપકડ કરશો તો મારી સાસુને કંઇ નહીં થાય. તમે ધરપકડ કરવા આવ્યા છો, મારી સાસુ કેન્સર પીડિત છે. ED મારા ઘરે પહેલા જ છાપેમારી કરી ચૂક્યા છે. હવે શું પૂછપરછ કરવા માગો છો. અત્યારે 4 દિવસ અગાઉ તેમનું ઓપરેશન થયું છે. હું એ જાણવા માગું છું કે શું તમે એ જવાબદારી લો છો કે મોત નહીં થાય. મેં તમને લખીને આપ્યું છે. બહાર ઊભા પોલીસ અને EDના અધિકારીઓ કહે છે કે તેમની સાસુ બીમાર છે અને તેઓ પોતે બૂમો પાડી રહ્યા છે. અધિકારીઓએ તેમને બહાર કાઢીને વાત કરવા પણ કહ્યુ, પરંતુ ધારાસભ્યએ દરવાજો ન ખોલ્યો.

સોમવારે સવારે EDની એક ટીમ ધારાસભ્યના ઘરે પહોંચી. તેમણે ગેટ ન ખોલ્યો તો પોલીસને પણ ઘટનાસ્થળ પર બોલાવી લીધી. સવારે 8:00 વાગ્યા સુધી અમાનતુલ્લાહ ખાનની અધિકારીઓ સાથે બહેસ થતી રહી. ઘણા સમય બાદ પણ જ્યારે દરવાજો ન ખોલ્યો તો ઘર બહાર પેરા મિલિટ્રી ફોર્સના જવાન તૈનાત કરી દેવામાં આવ્યા. ઘર બહાર 7 EDના અધિકારી ઘણા સમય સુધી ઊભા રહ્યા. ત્યારબાદ ધારાસભ્યએ અધિકારીઓને અંદર આવવા દીધા. અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહેતા હેરાફેરી કરવાનો આરોપ છે.

વક્ફ બોર્ડમાં 32 ગેરકાયદેસર ભરતીઓ, વક્ફ બોર્ડ ફંડનો ખોટો ઉપયોગ અને દેશ-વિદેશમાં કરોડોની લેવડ-દેવડનો આરોપ તેમના પર લાગ્યા છે. આ મામલે એન્ટિ કરપ્શન બ્યૂરોએ કેસ નોંધી લીધો છે. સપ્ટેમ્બર 2022માં અમાનતુલ્લાહની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં તેઓ જામીન પર છે. એપ્રિલમાં EDએ પણ ધારાસભ્યની પૂછપરછ કરી હતી. 4 જગ્યાએ છાપેમારી કરવામાં આવી હતી. EDના હાથ એક ડાયરી લાગી હતી, જેમાં તથા કથિત લેવડ-દેવડનો ઉલ્લેખ છે. તેમના ઘરે કેશ અને હથિયારો મળી આવ્યા હતા.

અમનાતુલ્લા ખાને એક વીડિયો એક્સ પર પસ્ટ કરતા કહ્યું કે, અત્યારે સવારે 7 વાગ્યા છે અને EDવાળા સર્ચ વૉરંટના નામ પર મારી ધરપકડ કરવા આવ્યા છે. મારી સાસુ કેન્સર પીડિત છે. 4 દિવસ અગાઉ તેમનું ઓપરેશન થયું છે. તેઓ મારા ઘરમાં આછે. મેં તેમને લખ્યું પણ હતું. મેં દરેક નોટિસનો જવાબ પણ આપ્યો છે. સર્ચ વૉરંટના નામ પર તેનું ઉદ્દેશ્ય મરી ધરપકડ કરવાનું છે. અમારું કામ રોકવાનું છે. 2 વર્ષથી મને પરેશાન કરી રહ્યા છે. મને નહીં મારી આખી પાર્ટીને, મુખ્યમંત્રી જેલમાં છે. અત્યારે સિસોદિયાજી જામીન પર આવ્યા છે, સંજય સિંહ જામીન પર છે.

સત્યેન્દ્ર જૈન જેલમાં છે. તેમનું ઉદ્દેશ્ય અમારી પાર્ટને તોડવાનું છે. મારી ઓખલાની જનતાને અપીલ છે કે મારા માટે દુવા કરો, જે પણ કામ અધૂરા છે, તેને અમે પૂરા કરાવીશું. તમને પરેશાન થવા કે ગભરવાની જરૂર નથી. અમે ડરાવાના નથી. જેલ મોકલશો તો જેલ જવા તૈયાર છીએ. જેમ અગાઉ અમને કોર્ટ પાસે ન્યાય મળ્યો છે, આ વખત પણ મળશે. તમે લોકો દુવાઓમાં યાદ રાખો. અમાનતુલ્લાહ ખાને કહ્યું કે, આ કેસ પૂરી રીતે ખોટો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp