આ રાજ્યમાં શિખ બહુમતિ ધરાવતી સીટો પર અમરિન્દર સિંહ કરશે BJPનો પ્રચાર

PC: google.com

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે રાજકીય દાવ રમવાની શરૂઆત કરી દીધી છે. તેમણે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં BJP માટે વૉટ માગશે. તો શિખ બહુધા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો પ્રચાર કરશે. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, હું ઈચ્છું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના માટે પંજાબ આવીને પ્રચાર કરે. મારા માટે કોંગ્રેસ પર હુમલો કરવો સરળ છે. મને તેનાથી કોઈ પરેશાની નથી. રાજકીય સિસ્ટમ પણ વકીલોની જેમ કામ કરે છે. તમે જે રીતે છો તેનો બચાવ કરીને સામેવાળા પર હુમલા કરવાના હોય છે. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, કોંગ્રેસ મજબૂત નેતૃત્ત્વને સહન કરી શકતી નથી એટલે તેમનો આગામી ટાર્ગેટ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હશે. તેમણે અશોક ગેહલોતના વખાણ કર્યા છે. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મુખ્યમંત્રીનો ચહેરો નહીં હોય. પંજાબમાં તેઓ BJP અને અકાલી દળના તૂટેલા ગ્રુપ સાથે મળીને ચૂંટણી લડશે. ત્રણેયના અલગ અલગ ચૂંટણી ચિહ્ન હશે.

કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, તેઓ કોઈ પણ સ્થિતિમાં અકાલી દળ સાથે નહીં જાય. તેમના કામકાજની રીત મને સારી રીતે ખબર છે. મારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત થઈ છે. BJP અકાલી દળ છોડનારા ગ્રુપ સાથે સમજૂતી કરી રહી છે. BJPના અકાલી દળ સાથે ફરી ગઠબંધનની વાત થઈ નથી. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તેઓ સોનિયા ગાંધીને સારી રીતે જાણે છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યારે બાળકો હતા ત્યારથી તેમને જાણે છે.

તેમની પીઠમાં ચપ્પુ મારવામાં આવ્યું. આ કારણે તેમણે કોંગ્રેસને છોડી દીધી. ત્યારબાદ કેપ્ટન અમરિન્દર સિંહ પોતાની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી બનાવી ચુક્યા છે જેના દ્વારા BJP સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડશે. તેમણે અગાઉ કહ્યું હતું કે તેઓ પટિયાલા સીટ પરથી ચૂંટણી લડશે. તેમણે આ બાબતે નવજોત સિંહ સિદ્ધુને પડકાર પણ ફેક્યો હતો. થોડા મહિનાઓ અગાઉ કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબ કોંગ્રેસના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ તેમણે પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું. કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp