ભારત-કેનેડા વિવાદમાં અમેરિકા કરી રહ્યું છે ખેલ, ટ્રુડોને આપ્યો હતો ગુપ્ત રિપોર્ટ

PC: ndtv.com

કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવમાં અમેરિકા પોતાની કૂટનીતિ પર ચાલી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપી હતી, પરંતુ કેનેડાએ તેનો અર્થ કંઈક અલગ જ સમજી લીધો હતો, જેના પછી ભારત પર નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવી દીધો હતો.

ન્યુયોર્ક ટાઇમ્સનો રિપોર્ટ શનિવારે ત્યારે આવ્યો જ્યારે કેનેડામાં અમેરિકાના ટોચના રાજદ્વારીએ કહ્યું કે ફાઇવ આઇઝ પાર્ટનર્સ વચ્ચે ગુપ્ત માહિતી હતી, જેણે કેનેડાની ધરતી પર એક ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને ભારત વિરુદ્ધ આક્રમક આરોપો લગાવવા માટે પ્રેરિત કર્યા હતા.

 ધ ફાઇવ આઇઝ એ ગુપ્ત માહિતી-શેરિંગ ગઠબંધન છે જેમાં યુએસ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.

ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (KTF)નો પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની 18 જૂન 2023ના દિવસે કેનેડામાં હત્યા થઇ હતી. ભારતે નિજ્જરને 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. કેનેડાની તપાસમાં ભારત સહયોગ કરે એવી સુફિયાણી સલાહ પણ અમેરિકાએ આપેલી છે.

કેનેડામાં અમેરિકાના રાજદૂત ડેવિડ કોહેને CTV ન્યૂજને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે, "ફાઇવ આઇઝના ભાગીદારો વચ્ચે જે ગુપ્ત માહિતી હતી એ ટ્રુડોને જૂનમાં કેનેડિયન નાગરિકની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણી વિશે માહિતી આપી હતી. કોહેને ટીવી ચેનલને કહ્યું, "હું કહીશ કે ગુપ્ત માહિતીની બાબત હતી. આ અંગે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી.

ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર નિજ્જરની હત્યા પછી, અમેરિકાના અધિકારીઓએ તેમના કેનેડિયન સમકક્ષોને કહ્યું કે વોશિંગ્ટનને આ કાવતરા વિશે અગાઉથી કોઈ માહિતી નહોતી. જો તેની પાસે કોઈ માહિતી હોય, તો તે તરત જ ઓટાવાને જાણ કરતે. અહેવાલ મુજબ, કેનેડિયન અધિકારીઓએ નિજ્જરને સામાન્ય ચેતવણી આપી હતી પરંતુ તેને કહ્યું ન હતું કે તે ભારત સરકારના ષડયંત્રનું નિશાન છે.

કોહેને ઇન્ટવ્યૂમાં કહ્યુ કે જણાવ્યું કે અમેરિકા આ આરોપોને ખૂબ ગંભીરતાથી લે છે. જો આ આરોપો સાચા સાબિત થાય છે, તો તે સંભવિતપણે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું ખૂબ જ ગંભીર ઉલ્લંઘન છે. આ મામલામાં અમેરિકન ગુપ્તચર એજન્સીના સામેલ થવાનો ખુલાસો એવા સમયે સામે આવી રહી છે જ્યારે અમેરિકા નવી દિલ્હીને નજીકના ભાગીદાર તરીકે વિકસાવવા આતુર છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના સેક્રેટરી અન્ટોની બ્લિંકને કહ્યુ કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો દ્રારા ભારત સામે લગાવવામાં આવેલા આરોપથી અમેરિકા ચિંતિત છે અને વોશિંગ્ટન આ મુદ્દા પર ઓટાવાની સાથે નજીકથી કોર્ડિનેટ કરી રહ્યું છે.

શુક્રવારે ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા બ્લિંકને જણાવ્યું હતું કે અમેરિકાએ આ મુદ્દે ભારત સરકાર સાથે સીધી વાત કરી છે અને સૌથી ઉપયોગી બાબત આ તપાસ પૂર્ણ કરવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp