Video: સ્મૃતિ ઈરાની ગુસ્સે- 10 મિનિટથી મારી સાથે દલિલ કરો છો તો તમે...

PC: twitter.com

કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસ પર છે. શુક્રવારે તેમણે રામદેવપુર ગામમાં ચૌપાલ લગાવ્યો. આ દરમિયાન એક વૃદ્ધ નિવૃત્ત શિક્ષક તેમની પાસે પોતાની આપવીતી લઈને પહોંચ્યા. તેમણે ફરિયાદ કરી કે જિલ્લા વિદ્યાલય નિરીક્ષક (DIOS) ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. ત્યારબાદ સ્મૃતિ ઈરાનીએ મહિલા DIOSને જોરદાર ફટકાર લગાવી.

તેમણે અધિકારીને નિવૃત્ત શિક્ષકનું એરિયર વહેલી તકે ચૂકવણી કરવા કહ્યું. સ્મૃતિ ઈરાનીએ DIOSને કહ્યું કે, જ્યારે તમે સાંસદ સાથે 10 મિનિટથી બહેસ કરી રહી છે તો 72 વર્ષીય રિટાયર્ડ શિક્ષકની શું હાલત કરી હશે. સ્મૃતિ ઈરાનીએ ફોન પર DIOSને કહ્યું કે, યોગી સરકાર પણ ઈચ્છે છે કે લોકોને તેમનો હક્ક મળે, એટલે તમે નિવૃત્ત શિક્ષકને તેમનો હક્ક જલદી આપો. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાની બે દિવસના અમેઠી પ્રવાસ પર પહોંચ્યા છે.

પ્રવાસના પહેલા દિવસે 28 ડિસેમ્બરે તેમણે ભાલે સુલ્તાન શહીદ સ્મારક પોલીસ સ્ટેશનનું રિબિન કાપીને ઉદ્વઘાટન કર્યું. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, જે લોકો અન્યાય માટે ઓળખાય છે સાંભળ્યું છે કે તેઓ આજકાલ ન્યાયનો ઢોંગ કરી રહ્યા છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને હરાવીને અમેઠીના સાંસદ બન્યા હતા. તેમણે 55,000 મતો કરતા વધુના અંતરથી જીત હાંસલ કરી હતી.

હવે જ્યારે વર્ષ 2024ની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે, એવામાં નિવેદનોનો દૌર શરૂ થઈ ગયો છે. ABP ન્યૂઝ માટે C વૉટરે કરેલા સર્વે મુજબ, અમેઠીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણીમાં બાજી મારતા નજરે પડી રહ્યા છે. સર્વે મુજબ સ્મૃતિ ઈરાની અમેઠીથી ખૂબ મોટા અંતરથી આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp