આ મુદ્દે હોબાળો, સંસદને સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી
18 લોકસભાની શરૂઆત 24 જૂનથી થઇ અને શુક્રવારે સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો. વિપક્ષોએ નીટ પેપર લીક પર ચર્ચા કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો અને સંસદને 1 જૂલાઇ, સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.
27 જૂને લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અભિભાષણ પછી શુક્રવારે આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઇ હતી તેની 15 જ મિનિટમાં વિપક્ષે હોબાળો મચાવ્યો તો સંસદને 12 વાગ્યા સુધી સ્થિગત કરી દેવામાં આવી. એ પછી રાહુલ ગાંધીએ નીટ પર ચર્ચા કરવાની માંગ કરી. વિપક્ષે કહ્યુ કે, બધા કાર્યો સાઇડ પર મુકીને નીટ પર ચર્ચા કરો, ભારે હોબાળો મચી જતા ગૃહ 1 જુલાઇ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું.
આ પહેલા જ્યારે રાહુલ ગાંધી બોલી રહ્યા હતા ત્યારે તેમનું માઇક બંધ થઇ ગયું હતુ. રાહુલે કહ્યું, મારું માઇક ચાલું કરાવો. સ્પીકરે કહ્યું કે માઇકની સ્વીચ મારી પાસે નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp