કોંગ્રેસના કારણે રામમંદિરનો ચુકાદો આવતો નહોતો, હવે ગગનચૂંબી મંદિર બનશે: અમિત શાહ

PC: ndtvimg.com

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરતાં ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને જેએમએમ પર આકરા પ્રહાર કર્યા હતા. લાતેહરની મણિકામાં જાહેર સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આગામી 5 વર્ષમાં ઝારખંડમાં કોની સરકાર બનશે તે તમારો એક મત નક્કી કરશે. એવું વિચારશો નહીં કે તમે ધારાસભ્ય, મંત્રી અથવા મુખ્યમંત્રીની પસંદગી કરવા જઇ રહ્યા છો. તમારો એક મત ઝારખંડના વિકાસ માટે છે, તે ઝારખંડને આગળ લઈ જશે. ગત ચૂંટણીમાં મેં કહ્યું હતું કે એકવાર તમે સંપૂર્ણ બહુમતી આપો, તો અમે ઝારખંડને વિકાસના માર્ગે લઈ જઈશું. મને ખુશી છે કે 5 વર્ષ પછી આજે જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે રઘુબર સરકારે ઝારખંડને વિકાસના માર્ગ આગળ ધકેલવાનું કામ કર્યું છે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી પોતાની વોટબેંકના લોભમાં કાશ્મીર સમસ્યાને લટકાવી રહી હતી, પરંતુ મોદી સરકારે ભારત માતાના તાજ પર 370 ના કલંકને દૂર કરીને કાશ્મીરના વિકાસનો માર્ગ ખોલ્યો છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, દરેકની ઇચ્છા છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ કેસ ચાલવા દીધો નહીં. દેશની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને નિર્ણય કર્યો છે કે શ્રીરામનો જન્મ થયો હતો ત્યાં અયોધ્યામાં ભવ્ય મંદિર બનાવવામાં આવશે.

આ નિર્ણય ઘણા વર્ષોથી લેવામાં આવી રહ્યો ન હતો, અમે પણ ઇચ્છતા હતા કે બંધારણીય રૂપે આ વિવાદનો માર્ગ મળી રહે અને શ્રીરામની કૃપાથી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને તેમના નિર્ણયથી તે સ્થાન પરના ભવ્ય રામ મંદિરનો માર્ગ ખુલ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp