અમિત શાહે કહ્યું-કલમ-370 હટ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં મોટા બદલાવ થયા,પથ્થરબાજી બંધ

PC: greaterkashmir.com

કેન્દ્રીય મંત્રી અમિત શાહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા પછી ઘણા મોટો બદલાવ આવ્યા છે. અમે 7 વર્ષની બ્લુ-પ્રિન્ટ તૈયાર કરી છે. અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં પત્થરબાજી બિલકુલ બંધ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, દુનિયાના ર્સ્વગ ગણાતા કાશ્મીરાં 2 કરોડ લોકોએ મુલાકાત લીધી છે.અમિત શાહે કહ્યું કે, તાજેતરમાં શ્રીનગરમાં ફોર્મ્યુલા-4 કાર રેસીંગ ર્સ્પધા પણ થઇ હતી.

અમિત શાહે કહ્યુ કે હવે ખીણમાંથી સેનાને હટાવી લેવામાં આવી છે અને સંપૂર્ણ જવાબદરી જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ મજબુત થાય અને પોતાના પગ પર ઉભી રહી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. જ્મ્મુ-કાશ્મીર પોલીસ ફોરફ્રન્ટ પર કામ કરશે. આ પહેલાં દિલ્હીની સરકારોએ જ્મ્મુ-કાશ્મીર પોલીસ પર વિશ્વાસ નહોતો મુક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp