કોણ છે આનંદ મોહન? જેને મુક્ત કરવા માટે કાયદો બદલી બેઠા નીતિશ કુમાર!

PC: prabhatkhabar.com

બિહારના બાહુબલી અને પૂર્વ સાંસદ આનંદ મોહનની મુક્તિનો માર્ગ નીતિશ કુમારે સાફ કરી દીધો છે. સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં જેલમાંથી છોડવાના નિયમોમાં જ બદલાવ કરી દેવામાં આવ્યો છે. આ છૂટનો સીધો ફાયદો DM જી. કૃષ્ણૈયા હત્યા કેસમાં સજા ભોગવી રહેલા આનંદ મોહનને મળશે. આનંદ મોહન હવે જેલમાંથી મુક્ત થઈ શકે છે. બિહારના ગૃહ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં 10 એપ્રિલના રોજ કહેવામાં આવ્યું છે કે બિહાર કારા હસ્તક 2012ના નિયમ 481 (i)માં સંશોધન કરવામાં આવી રહ્યું છે.

બિહાર સરકારે બિહાર કારા હસ્તક 2012ના નિયમ 481 (i) (k)માં વર્ણિત વાક્યાંશ ‘યા કામ પર તૈનાત સરકારી સેવકની હત્યા’ને સમાપ્ત કરવામાં આવી રહ્યું છે. કાયદાના શબ્દોમાં સંશોધન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી એક સરકારી સેવકની હત્યા અલગથી આ અધિનિયમમાં સામેલ હતી. અધિસૂચના બાદ હવે ડ્યૂટી પર તૈનાત સરકારી સેવકની હત્યા અપવાદ નહીં પરંતુ સાધારણ હત્યા છે.

કેવી રીતે આનંદ મોહનની મદદ કરશે કાયદો?

બિહાર સરકારની નવી અધિ સૂચનાનો લાભ સીધી રીતે આનંદ મોહનને મળશે. સરકારી અધિકારીની હત્યાના કેસમાં જ તેને સજા મળી છે. પહેલા સરકારી અધિકારીની હત્યાના દોષીને મુક્ત ન કરવાનું પ્રવધાન હતું, હવે તેની મુક્તિ થઈ શકશે. 5 ડિસેમ્બર 1994ના રોજ મુઝફ્ફરપુર જિલ્લામાં DM જી. કૃષ્ણૈયાની મોબ લિંચિંગ થઈ હતી. તેની આગેવાની આનંદ મોહન જ કરી રહ્યો હતો. છોટન શુક્લાની હત્યા બાદ ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. લોકો શબ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. મોબ લિંચિંગ અને પોલીસકર્મીઓની ગેરહાજરી વચ્ચે DMને ગોળી મારી દેવામાં આવી હતી. આનંદ મોહન આ કેસમાં મુખ્ય આરોપી છે.

ઉલ્લેખનીય છે કે બિહારની પરિહાર નિયમાવલી 1984માં વર્ષ 2002માં મહત્ત્વપૂર્ણ સંશોધન કરવામાં આવ્યા હતા. પ્રાવધાન કરવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારી કે અધિકારીની હત્યાના દોષીઓને પરિહાર કાયદાનો લાભ નહીં મળે. તેના કારણે 14 વર્ષની સજા ભોગવ્યા બાદ પણ આનંદ મોહનને મુક્ત કરવામાં આવી રહ્યો નહોતો. આ દરમિયાન 3 વખત તેને અલગ અલગ અવસરો પર પેરોલ પર બહાર કાઢવામાં આવ્યો, પરંતુ પેરોલની અવધિ સમાપ્ત થયા બાદ દરેક વખત તેને જેલ જવું પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp