કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાજપમાં જોડાઇ ગયા

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઇ ત્યારથી કોંગ્રેસને એક પછી એક મોટો ઝટકા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 40 મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. હવે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા સુરેશ પચૌરીએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાઇ ગયા છે. તેમની 71 વર્ષની ઉંમર છે.

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ઉમેદવારો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસ નેતાઓનું પાર્ટી છોડવાનું કારણ એ છે કે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો કોંગ્રેસે ઇન્કાર કર્યો તેને કારણે પાર્ટીમાં નારાજગી છે.

સુરેશ પચૌરીની સાથે સાથે 5 પૂર્વ MLA પણ ભાજપમાં જોડાઇ ગયા છે.મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, કેલાશ વિજયવર્ગીય અને શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં કોંગ્રેસીઓએ ભાજપનો ખેસ પહેરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp