પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા ભારત ક્યારે જશે? સ્પોર્ટ્સ મિનિસ્ટરે આપ્યો જવાબ

PC: twitter.com

કેન્દ્રીય રમત અને યુવા મામલાઓના મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખૂબ પહેલા જ નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન ભારતમાં સીમા પાર આતંકવાદ અને ઘૂસણખોરી રોકી શકતું નથી, ત્યાં સુધી તેની સાથે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ નહીં થાય. બંને પાડોશીઓ વચ્ચે વધેલા રાજનૈતિક તણાવના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ વર્ષોથી મેચો રમાઇ નથી. બંને ટીમો માત્ર ICC અને મહાદ્વીપિય આયોજનોમાં એક-બીજા સામે મેચ રમે છે.

અનુરાગ ઠાકુરે શુક્રવારે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, જ્યાં સુધી રમતનો સવાલ છે, BCCIએ ખૂબ પહેલા જ નિર્ણય લઈ લીધો હતો કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મેચ ત્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી તેઓ ઘૂસણખોરી અને સીમા પાર આતંકવાદને રોકતા નથી. મને લાગે છે કે તે આ દેશના દરેક સામાન્ય નાગરિકની ભાવના છે. હાલમાં જ આતંકવાદીઓ સાથે ઘર્ષણ દરમિયાન સેનાના એક કર્નલ, એક મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક DSP શહીદ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધ ફરીથી ચર્ચામાં છે.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આ સમયે શ્રીલંકામાં છે, જ્યાં તે એશિયા કપ 2023માં હિસ્સો લઈ રહી છે. હાલના ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને 229 રને હરાવી હતી. એશિયા કપ 2023નું આયોજન પૂરી રીતે પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતુ BCCIએ ભારત સરકારની મંજૂરી ન મળવાનો સંદર્ભ આપતા કહ્યું કે, તે પોતાની ટીમ નહીં મોકલી શકે. તેના જવાબમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતમાં થનારા 2023ના વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી.

જો કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ અંતે એક હાઇબ્રીડ મોડલ પર પહોંચી, એ મુજબ કેટલીક મેચ પાકિસ્તાન રમાવાની નક્કી થઈ, જ્યારે બાકી શ્રીલંકામાં. ભારત માટે નક્કી થયું કે તે પોતાની બધી મેચ શ્રીલંકામાં રમશે. આ દરમિયાન પાકિસ્તાની ટીમ અંતિમ બૉલ પર રોમાંચક મેચમાં શ્રીલંકન ટીમ સામે હારીને એશિયા કપની ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઇ. હવે આ રવિવારે ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આગામી 5 ઓક્ટોબરથી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત ભારતમાં થઈ રહી છે. પાકિસ્તાનના બફાટ બાદ હવે તેમાં રમવાની મંજૂરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp