શું ગુજરાતમાં ભાજપના સાંસદનું પણ નથી સાંભળતા અધિકારીઓ?

PC: twitter.com

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. તેમણે પોતાની જ સરકારના અધિકારીઓ સામે મોટું નિવેદન આપ્યું છે.

ભરૂચમાં લાંબા સમયથી સાંસદ રહેલા મનસુખ વસાવા કોઇકને  કોઇક નિવેદન આપતા રહે છે. તેમણે આજે એક નિવેદનમાં કહ્યું કે નર્મદા જિલ્લામાં અધિકારી રાજ ચાલે છે. વાત એમ હતી કે નર્મદા જિલ્લામાં આયોજન મંડળની એક બેઠક મળી હતી, જેમાં કોઇ પણ જન પ્રતિનિધિને બોલાવવામાં નહોતા આવ્યા. આ વાતથી મનસુખ વસાવા ગિન્નાયા અને આરોપ લગાવ્યો કે અધિકારીઓનું જ રાજ ચાલે છે, સાથે તેમણે એમ પણ કહ્યુ કે, કોન્ટ્રાકટરો અને અધિકારીઓ ગ્રાન્ટની રકમમાંથી કટકી ખાય શકે તેના માટે જન પ્રતિનિધિઓને સામેલ કરવામાં ન આવ્યા.

વસાવાએ આ અગાઇ LCB પર આરોપ લગાવ્યો હતો કે, પોલીસની રહેમ નજર હેઠળ ભરૂચ જિલ્લામાં દારૂના અડ્ડા ધમધમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp