કેજરીવાલ વિરુદ્ધ ED પાસે કોઇ પુરાવા છે કે પછી રાજકીય એન્કાઉન્ટર છે?

PC: telegraphindia.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ સમયે દિલ્હીની આબકારીનીતિ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. હાલમાં તેઓ જેલથી જ સરકાર ચલાવવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ EDએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ આ કથિત કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે અને તેની જાણકારી અને સંરક્ષણમાં મની લોન્ડ્રિંગ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, ધરપકડ કોઈ પૂરતા આધાર વિના કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલના વકીલોનું કહેવું છે કે, જે લોકોના નિવેદનને આધાર બનાવવામાં આવ્યા છે, તેમાંથી 80 ટકા લોકોએ દિલ્હીના મુખ્યમંત્રીનું નામ લીધું નહોતું. EDનો આરોપ છે કે આબકારીનીતિ બનાવવા અને તેને લાગૂ કરવા પાછળ અરવિંદ કેજરીવાલ મુખ્ય નેતૃત્વકર્તાની ભૂમિકામાં છે. તેમણે આબકારીનીતિના બહાને મની લોન્ડ્રિંગ અને લાંચ લેવાના રસ્તાને ખુલ્લો રાખ્યો.

EDની ચાર્જશીટમાં દાવો છે કે આબકારી નીતિમાં એક અન્ય આરોપી BRS નેતા અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના પુત્રી કે. કવિતાએ અરવિંદ કેજરીવાલ સાથે તેમના ઘર પર મુલાકાત હતી. આ મુલાકાતમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ ઉપસ્થિત હતા. કવિતાના અકાઉન્ટેન્ટ બુચિબાબૂ, આમ આદમી પાર્ટી (AAP)ના સંચાર પ્રભારી વિજય નાયર, દારૂના કારોબારી દિનેશ આરોડાએ આ કેસમાં નિવેદન નોંધાવ્યા છે.

કે. કવિતાના અકાઉન્ટેન્ટ બુચિબાબૂ પણ આ કેસમાં આરોપી છે, પરંતુ હવે તેઓ સરકારી સાક્ષી બની ચૂક્યા છે. તપાસ એજન્સીને રેકોર્ડ કરાવેલા પોતાના નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કે. કવિતા વચ્ચે આબકારીનીતિને લઈને વાતચીત થઈ હતી. પૈસાઓની લેવડ-દેવડ પર પણ ચર્ચા થઈ હતી. દારૂ કારોબારી દિનેશ અરોડાએ પણ દાવો કર્યો છે કે, અબકારીનીતિને લઈને તેમની મીટિંગ કેજરીવાલ સાથે થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp