CMની ખુરશી પરથી રાજીનામું આપ્યા બાદ હવે કેજરીવાલનો શું છે માસ્ટરપ્લાન?

PC: indiatoday.in

દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપી દીધું છે. આગામી થોડા જ મહિનામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે. વિધાનસસભાની ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓ અને જનતા વચ્ચે જવાની તૈયારીમાં છે. ભ્રષ્ટાચારના આરોપો પર તેઓ દિલ્હીની જનતા વચ્ચે વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન પાર્ટી કાર્યકાર્તાએ કહ્યું કે, ભ્રષ્ટાચારના આરોપોમાં કેજરીવાલ લાંબા સમયથી ધરપકડના કારણે AAP કાર્યકર્તાઓનું મનોબળ તૂટી ગયું છે.

AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ હરિયાણામાં મોટા પ્રમાણ પર ચૂંટણી પ્રચાર કરવા જઇ રહ્યા છે, જ્યાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી થવાની છે. પાર્ટીના એક કાર્યકાર્તાએ કહ્યું કે, તેઓ એ જગ્યાઓ પર રોડ શૉ કરી શકે છે, જ્યાં પાર્ટીને સારું પ્રદર્શન કરવાની આશા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, કેજરીવાલે દિલ્હીમાં એક-એક વોર્ડમાં જઈને લોકોને મળવાની યોજના બનાવી છે. દિલ્હીમાં ફેબ્રુઆરી 2025માં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે.

આ અગાઉ પાર્ટી પાસે રણનીતિ બનાવવા અને AAPના મતદાતાઓ વચ્ચે વિશ્વાસને ફરીથી બનાવવા માટે 4 મહિના છે. પાર્ટીના નેતાએ કહ્યું કે, નોકરશાહમાંથી રાજનેતા બનેલા કેજરીવાલ પોતાની જમીની રાજનીતિ અને સક્રિયતાથી લોકોને પ્રભાવિત કરવાની પોતાની આદત માટે જાણીતા છે. તેમની ધરપકડ છતા પાર્ટી વિપક્ષની આશા મુજબ તૂટી નથી. ન માત્ર પાર્ટીના વરિષ્ઠ નેતા, પરંતુ જમીની કાર્યકર્તા પણ આ વાત પર દૃઢ વિશ્વાસ રાખતા હતા કે બધુ સારું થઈ જશે.

પાર્ટીના નેતાએ વધુમાં કહ્યું કે, હવે કેજરીવાલ બહાર છે. તેમને બસ આ લોકો સુધી પહોંચવા અને તેમને મજબૂત કરવાની જરૂર છે. તેમને અત્યારે પણ તેમની પાસે ખૂબ આશા છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે, કેજરીવાલ વિશ્વાસ હાંસલ કરવા માટે ત્યાંના પદાધિકારીઓને મળવા માટે પંજાબની મુલાકાત લઈ શકે છે. AAPના અધિકારીઓએ જણાવ્યું કે, કેજરીવાલ જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રચાર કરી શકે છે. જ્યાં પાર્ટીને સારું પ્રદર્શન કરવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે રવિવારે પોતાના રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે, ‘હું ત્યારે જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ, જ્યારે લોકો મને ઈમાનદારીનું સર્ટિફિકેટ આપશે. જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માગું છું. હું મુખ્યમંત્રી અને મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી ત્યારે જ બનીશું, જ્યારે લોકો કહેશે કે અમે ઈમાનદાર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp