CM કેજરીવાલે કહ્યું- આ 5 માગ પૂરી કરો દો તો છોડી દઇશ રાજનીતિ

PC: hindustantimes.com

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિદ કેજરીવાલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી INDIA ગઠબંધનનો હિસ્સો રહેશે, પરંતુ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પાર્ટી પોતાના દમ પર લડશે. તેમણે 5 માગો રાખી અને કહ્યું કે, માગો પૂરી થયા બાદ તેઓ રાજનીતિ છોડી દેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે હરિયાણાના જિંદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પાર્ટીની એક રેલીને સંબોધિત કરી હતી.

 

તેમણે કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી INDIA ગઠબંધન સાથે લડશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે પરંતુ ઓક્ટોબરમાં થનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી બધી સીટો પર પોતાના ઉમેદવાર ઉતરશે અને એકલી જ ચૂંટણી લડશે.

અરવિંદ કેજરીવાલની 5 માગો:

દેશની શિક્ષણ વ્યવસ્થા સારી કરી દો. બધા માટે સમાન શિક્ષણ વ્યવસ્થા કરી દો.

બધા માટે સારી સારવારની વ્યવસ્થા કરી દો.

મોંઘવારી ઓછી કરી દો. અમે દિલ્હી, પંજાબમાં મોંઘવારી ઓછી કરીને દેખાડી.

દરેક હાથ, દરેક યુવાને રોજગાર આપી દો.

ગરીબોને ફ્રી વીજળી, બધાને 2 કલાક વીજળી આપી દો.

હરિયાણામાં વિધાનસભાની 90 સીટ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમની પાર્ટી તમામ સીટો પર પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે હરિયાણાની જનતા પાસેથી બદલાવ માટે વોટ કરવાની આશા વ્યક્ત કરી. હરિયાણામાં AAPની સરકાર બનાવશે. કેજરીવાલે હરિયાણાના મુખ્યમંત્રી પર પ્રહાર કર્યો અને કહ્યું કે, જ્યારે લોકો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે નોકરી માગવા ગયા તો એ લોકોને મજૂરોને યુદ્ધ ક્ષેત્ર એટલે કે ઇઝરાયલ મોકલી આપ્યા. જ્યારે દિલ્હીમાં AAPની સરકાર છે. પંજાબમાં AAPની સરકાર છે અને ત્યાંનાં લોકોને ઘણા પ્રકારની સુવિધાઓ મળી રહી છે તો હરિયાણાના લોકોએ શું ગુનો કરી રાખ્યો છે. અરવિંદ કેજરીવાલે જનતાને અપીલ કરી કે તેઓ આ આ વખત રાજ્યમાં બદલાવ માટે વોટ કરે અને AAPની સરકાર બનાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp