જેટલી વખત ભાજપે કેજરીવાલ પર હમલા કર્યા, BJPને જ નુકશાન થયું

PC: businesstoday.in

ભારતીય જનતા પાર્ટીએ જેટલી વખત અરવિંદ કેજરીવાલ પર હુમલા કર્યા તેટલી વખત આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી અને ભાજપને નુકશાન જ ગયું છે. વિધાનસભાથી ચૂંટણીથી માંડીને MCDની ચૂંટણીમાં AAPને ફાયદો થયો.

કેજરીવાલની વિરુદ્ધ પોસ્ટર વોર પણ ભાજપને ભારે પડ્યું છે. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો મળી હતી જ્યારે ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટીનો વોટ શેર 54.3 ટકા રહ્યો હતો.

વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેજરીવાલને આતંકવાદી કહી દીધા હતા. આમ આદમી પાર્ટીને 62 સીટ મળી જ્યાપે ભાજપને 8 સીટ મળી હતી. MCDની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીની જીત થઇ હતી. અત્યારે પણ ભાજપ દિલ્હીમાં કેજરીવાલ સામે પોસ્ટર વોર ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp