મને જવાબ આપો, આપણા લોકોને મારનાર પાકિસ્તાન સાથે ક્રિક્રેટ કેમ? ઔવેસીનો PMને સવાલ

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન આપણા લોકોને મારી રહ્યું છે અને આપણે તેમની સાથે ક્રિકેટ રમીએ છીએ. તેમણે મોદી સરકારની કાશ્મીર નીતિને નિષ્ફળ ગણાવી છે. PM મોદીને પણ સવાલ કર્યો કે તેઓ ચૂપ કેમ છે?
ઔવેસીએ પાકિસ્તાન સાથે ક્રિક્રેટ રમવા પર નારાજગી બતાવીને સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના સૈનિકો પાસેથી તેમના જીવનો ખેલ ખેલાઇ રહ્યો છે અને બીજી તરફ ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ક્રિક્ટે રમી રહી છે. પાકિસ્તાન આપણા જ લોકોની જાન લઇ રહ્યું છે. ગોળીઓથી કાશ્મીર પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પહેલાં આ ખેલને ખતમ કરવાની જરૂર છે.
ઔવેસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ કર્યો કે તેઓ આ બાબતે મૌન સેવીને કેમ બેઠા છે? ઔવેસીએ સરકારની કાશ્મીર પોલીસીને નિષ્ફળ બતાવી છે.
જમ્મૂ-કાશ્મીરમાં થઇ રહેલા આતંકવાદી હુમલા પર ઔવેસીએ તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે એ સાથે સરકાર નિશાન સાધીને કહ્યું છે કે અનંતનાગ, રાજીરોમાં આપણા જવાનોની જિંદગીઓ સાથે ખેલ ખેલાઇ રહ્યો છે અને સરકાર તેની પર ખામોશ છે.
#WATCH | Hyderabad, Telangana: AIMIM chief Asaduddin Owaisi says, "They are playing a game with Indian soldiers' lives. There is a cricket match of bullets in Rajouri and our people are being killed... First, this game needs to end before playing the cricket match... My only… pic.twitter.com/LfF3K9XC7I
— ANI (@ANI) September 16, 2023
ઔવેસીએ કહ્યું કે ક્રિક્રેટ મેચ પહેલા આ આતંકવાદીઓનો ખેલને ખતમ કરવાની પહેલી જરૂરિયાત છે. ઔવેસીએ ભાજપને સવાલ કર્યો હતો કે જો તમે સત્તામાં ન હોતે તો તમે આ વિશે શું બોલતે? તમે અત્યારે સત્તામાં છો તો પહેલાં આ ગોળીઓનો ખેલ ખતમ કરો.
ઔવેસીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ પુછવામા માંગુ છું કે જ્યારે દેશમાં પુલવામાની ઘટના બની હતી ત્યારે તેમણે પાકિસ્તાન પર પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. તો હવે જ્યારે કર્નલ, ડેપ્યુટી SP જેવા વીર જવાનો શહીદ થયા છે ત્યારે તમે તમારો ગુસ્સો કેમ બતાવતા નથી? PM મોદી ચૂપ કેમ થઇ ગયા છે.
ભારત-પાકિસ્તાન મેચનો ઉલ્લેખ કરીને ઔવેસીએ કહ્યુ કે સરકારે કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવીને બધું હાંસલ કરી દીદું છે. પરંતુ ભાજપની કાશ્મીર પોલીસી નિષ્ફળ ગઇ છે.પાકિસ્તાનના આતંકવાદીઓ આપણે ત્યાં ગોળીઓનો વરસાદ કરી રહ્યા છે. ઔવેસીએ સવાલ કર્યો કે આમ છતા શું ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં પાકિસ્તાનની સાથે ક્રિક્રેટ રમશો? દેશની પ્રજાના આ સવાલનો ભાજપે જવાબ આપવો જોઇએ. આગામી 14 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડકપની મેચ રમાવવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp