ઓવૈસીએ કહ્યું- નીતિશ કુમાર અમને ભાજપની B ટીમ કહેતા હતા હવે...

PC: twitter.com

નીતિશ કુમારના ભાજપ સાથે મળીને સરકાર બનાવવાના સમાચાર બાદ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, નીતિશ કુમારને બિહારની જનતાથી માફી માગવી પડશે. તેમણે બિહારની જનતાને દગો આપ્યો છે. નીતિશ કાલ સુધી કહી રહ્યા હતા કે ઓવૈસી ભાજપની બી ટીમ છે, હવે તેમને એ જ સીટ પર જઈને બેસવામાં કોઈ શરમ નથી આવી રહી? હું સતત કહી રહ્યો હતો કે નીતિશ કુમાર પાછા જશે. નીતિશ કુમાર દ્વારા બિહારની જનતા સાથે દગો કરવામાં આવ્યો છે. ત્યાં કોઈ વિકલ્પ નથી, શું એ ત્રણેયે સાથે રહેવાનું એકબીજાને વચન નહોતું આપ્યું. નીતિશ કુમારે PM મોદીના વિરુદ્ધમાં શું-શું નથી કહ્યું અને હવે ભાજપની સાથે થઈ ગયા. PM મોદી, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને બિહારની જનતાની માફી માગવી જોઈએ.

સાંસદ સંજય રાઉતે આકરા પ્રહારો કર્યા...

નીતિશ કુમારે ભાજપના સમર્થનથી સરકાર બનાવ્યા બાદ શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે તેમની પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધનની સ્થિતિ સારી છે. મમતા બેનર્જી હજુ બહાર નથી થયા, આમ આદમી પાર્ટી પણ અલગ નથી થઈ, ફક્ત નીતિશ કુમારનો આ ખેલ ચાલતો રહે છે. તેમનું માનસિક સ્વાસ્થ ઠીક નથી. અમે તેમને ઘણા સમયથી નજીકથી જાણીએ છીએ. છેલ્લા થોડા દિવસથી તેઓ બીમાર છે. આના અમુક વ્યક્તિગત કારણો હોય શકે છે.  નીતિશ કુમારના અમારાથી દૂર જવાથી બિહારની રાજનીતિમાં કોઈ ફરક પડે એવું મને નથી લાગતું. કોંગ્રેસ, તેજસ્વી યાદવ અને અન્ય નાની પાર્ટીઓ અમારી સાથે છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો દિલ્હીમાં કોંગ્રેસ અને તેમના વચ્ચે સહમતિ બની ચૂકી છે. જલદી જ આની જાહેરાત કરવામાં આવશે. પંજાબની સ્થિતિ અલગ છે, જેમ કેરળ અને બંગાળમાં છે.

બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આજે CM પદની શપથ પણ લઈ લીધી છે નીતિશ કુમાર અને એ પણ NDAના સમર્થનથી. ત્યારે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, અત્યારે જે ગઠબંધન થયું છે, તે લોકસભા ચૂંટણીના 6 મહિના બાદ નહીં રહે. વિધાનસભા ચૂંટણી પહેલા ફરી નીતિશ કુમાર પલટશે, આ લખીને રાખી લો.

નીતિશ કુમાર રાજીનામું આપ્યા બાદ ફરીએકવાર રાજભવન પહોંચ્યા હતા, જેમાં તેમણે NDA ગઠબંધનના ધારાસભ્યોનું સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યું હતું. આ સમર્થન પત્રમાં 128 ધારાસભ્યોની સાઈન છે, જેમાં 78 ધારાસભ્યો ભાજપના અને 45 ધારાસભ્યો JDUના 4 HAMના અને 1 અપક્ષ ધારાસભ્યની સાઈન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp