શું રાહુલ ગાંધીએ ફેંકવાનું શરૂ કરી દીધું? કે પછી અશોક ચવ્હાણ ખોટા છે?

PC: hindustantimes.com

રવિવારે 'ભારત જોડ ન્યાય યાત્રા'ની પૂર્ણાહુતિ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક વરિષ્ઠ સહયોગીએ જ્યારે કોંગ્રેસ છોડી, તો તેઓ મારા મા પાસે રડતા આવ્યા અને બોલ્યા કે મારી પાસે એ શક્તિ સામે લડવાની તાકત નથી. રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજનીતિક ગલિયારામાં અટકળો છે કે તેમણે આ નિવેદન અશોક ચવ્હાણ પર આપ્યું. અશોક ચવ્હાણ હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે. સાથે સાથે હવે તેઓ ભગવા પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ પણ છે.

અશોક ચવ્હાણે સોમવારે આ અંગે પતાનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમનું નામ લીધું નહોતું અને જો તેનો અર્થ મારી સાથે હતો તો કહી દઉં કે મેં જ્યારે રાજીનામું આપ્યું તો હું સોનિયા ગાંધીને મળ્યો જ નથી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સાંસદ અશોક ચવ્હાણે સોમવારે કહ્યું કે, તેઓ કોંગ્રેસ છોડવા અગાઉ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને મળ્યા નહોતા અને આ બાબતે રાહુલ ગાંધીની ટિપ્પણીને તેમણે પાયાવિહોણી બતાવીને ફગાવી દીધી.

લોકસભાની ચૂંટણી અગાઉ રવિવારે મુંબઇમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના એક નેતાએ તેમના માતા સોનિયા ગાંધી સામે રડતા કહ્યું હતું કે, તેમને શરમ આવે છે કે તેઓ એ તાકત સામે વધારે નહીં લડી શકે અને તેઓ જેલ જવા માગતા નથી.' તેના પર પ્રતિક્રિયા આપતા અશોક ચવ્હાણે સોમવારે એક વીડિયો સંદેશમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ એક રેલીમાં નિવેદન આપ્યું અને કોઈનું નામ લીધું નથી. જો તેઓ મારી બાબતે એમ કહી રહ્યા છે તો એ અતાર્કિક અને પાયાવિહોણી છે.'

તેમણે આગળ કહ્યું કે, 'હકીકત તો એ છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપવા સુધી હું પાર્ટી મુખ્યાલયમાં કામ કરી રહ્યો હતો. મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું અને થોડા સમય બાદ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું. ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે મેં રાજીનામું આપી દીધું છે. હું સોનિયા ગાંધીને ક્યારેય મળ્યો નથી. એમ કહેવું પાયાવિહોણું છે કે મેં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી. આ ચૂંટણીના દૃષ્ટિકોણથી આપવામાં આવેલું એખ રાજનીતિક નિવેદન છે. કોંગ્રેસ છોડ્યા બાદ અશોક ચવ્હાણ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં તેમને મહારાષ્ટ્રથી ટિકિટ આપી હતી. ત્યારબાદ તેઓ રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp