તમારી સરકાર આવી તો.... PM મોદીના રાજસ્થાન પ્રવાસ પહેલા આ શું બોલી ગયા ગેહલોત

PC: hindustantimes.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે છે. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે પ્રધાનમંત્રી મોદીને તેમના ગેરંટીવાળા નિવેદનને યાદ અપાવતા કહ્યું કે, જો તમારી સરકાર આવી તો કોઇપણ યોજનાને બંધ ન કરવાની ગેરેંટી પણ આપે. એક બાજુ કોંગ્રેસ તરફથી રાજસ્થાનમાં સરકાર રિપીટ કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સીએમ અશોક ગેહલોત પ્રધાનમંત્રી મોદીને તેમની ગેરંટી યાદ અપાવતા અપાવતા આ નિવેદન આપી ગયા.

મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું, જો પ્રધાનમંત્રી કહે છે કે તેઓ ગેરંટી આપે છે તો ગેરંટી આપે કે ઓપીએસ લાગૂ કરશે. 25 લાખનો વીમો આપવાની ગેરંટી આપે. તેઓ ગેરંટી આપે કે તેમની સરકાર આવી તો કોઇપણ યોજનાને બંધ કરશે નહીં.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ઉમેદવારોની જાહેરાત કરી નથી. આના પર મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, ભાજપા ડરેલી છે. મધ્ય પ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ટિકિટ આપી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના પ્રવાસે છે. પ્રધાનમંત્રીનો આ આધિકારિક પ્રવાસ છે. જ્યાં બંને રાજ્યોમાં તે મોટી યોજનાઓનું એલાન કરશે. પ્રધાનમંત્રી રાજસ્થાનના ચિત્તૌડગઢ જશે, જ્યાં તેઓ 7000 કરોડ રૂપિયાના ઘણાં પ્રોજેક્ટ્સનું એલાન કરશે.

ડરેલા છે, સાંસદોને આપશે ટિકિટ- ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપા રાજ્યમાં સાંસદોને ટિકિટ આપી શકે છે. ગેહલોત રવિવારના રોજ ઝુંઝુનૂમાં હતા. જ્યાં તેમણે કહ્યું કે, ભાજપા ઘભરાયેલી છે. તે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચૂંટાયેલી સરકારોને પડાવી શકે છે પણ તમારા નાગરિકોના આશીર્વાદથી રાજસ્થાનમાં આવું કરવામાં નિષ્ફળ રહ્યા.

પ્રધાનમંત્રીના પ્રવાસ પહેલા અશોક ગેહલોતે કહ્યું કે, યોજનાઓ અને નીતિઓના કારણથી જ રાજસ્થાનની દેશભરમાં ચર્ચા છે. તે પછી ઓલ્ડ પેન્શન સ્કીમ હોય કે સ્વાસ્થ્ય અધિકાર...રાજસ્થાન સરકારે રાજસ્થાન મિશન 2023 લોન્ચ કર્યું છે. જેમાં રાજ્યોના દરેક મોરચા પર લીડર બનવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અઢી કરોડ જેટલી સલાહો આવી છે જેના આધારે વિઝન 2030 ડૉક્યૂમેન્ટ 5 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp