મંત્રી પદેથી સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસ MLA બોલ્યા, મંથલી લઈ રહી છે પોલીસ

PC: indianexpress.com

રાજસ્થાનમાં મંત્રી પદેથી સસ્પેન્ડ થયા પછી કોંગ્રેસ MLAએ ફરી એકવાર અશોક ગેહલોત પર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસ MLA રાજેન્દ્ર ગુઢા પોતાના સસ્પેન્ડ થવાને લઇ વિધાનસભામાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસેથી વન ટૂ વન જવાબ માગશે. તેમણે ફરી એકવાર સીએમ ગેહલોતને નિશાના પર લીધા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં અરાજકતાનો માહોલ છે અને મુખ્યમંત્રીનો સમય ખતમ થવાને આરે છે. મુખ્યમંત્રી વિધાનસભામાં આવતા નથી અને નહીં કે તેનો જવાબ આપે છે. જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી બોલીશ. પછી મને જેલભેગો પણ કેમ ન કરી દેવામાં આવે.

કોંગ્રેસ MLA કહે છે, અશોક ગેહલોત પગમાં પાટા બાંધીને બેઠા છે. ગૃહ વિભાગ જો કોઈ લાયક વ્યક્તિ પાસે હોત તો કામનું રહેતે. મહિલા સામેના અત્યાચારોમાં રાજસ્થાન દેશમાં નંબર વન છે અને આ હું નથી કહી રહ્યો પણ ગુનાના આંકડા દેખાડી રહ્યા છે.

તેઓ કહે છે કે, પોલીસ દર મહિને હપતો લઇ રહી છે. જાહેરમાં દારૂ વેચાઇ રહ્યા છે અને તે ગેરકાયદેસર છે. પોલીસ દારૂના રૂટને એસ્કોર્ટ કરે છે. દંડના રૂપિયા, FIR કરવાના પૈસા...દરેક જગ્યાએ પોલીસ પૈસા લઈ રહી છે.

કોંગ્રેસ MLA ગુઢા કહે છે, હું મંત્રીમંડળની બેઠકમાં પણ કહેતો રહું છું. વિધાનસભામાં પણ બોલીશ. આજે તેમણે કાયદો બનાવી દીધો છે કે જોઈ કોઈ ગુસ્સામાં દાહ સંસ્કાર ન કરે તો તેને પાંચ વર્ષ માટે જેલમાં નાખી દેવામાં આવશે. તમે કેવા કાયદા બનાવી રહ્યા છો. મહિલાઓ અમારા રાજ્યમાં સુરક્ષિત નથી. આ આંકડા બોલી રહ્યા છે કે રાજસ્થાન મહિલા હેરાનગતિના કેસમાં દેશમાં નંબર વન છે. રાજેન્દ્ર ગુઢાને સસ્પેન્ડ કરવાથી કશુ થઇ નથી જવાનું.

જણાવી દઇએ કે, ગુઢાએ શુક્રવારે વિધાનસભામાં પોતાની જ સરકાર પર નિશાનો સાધ્યો હતો. કોંગ્રેસ MLAએ કહ્યું હતું કે, આપણે મણિપુરના સ્થાને પોતાના રાજ્ય વિશે વાત કરવી જોઇએ. આપણું રાજ્ય મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. ગુઢાના આ નિવેદનનું ભાજપાએ સમર્થન કર્યું. આ નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 6 કલાકની અંદર જ ગુઢાને મંત્રીમંડળમાંથી સસ્પેન્ડ કરી દીધા. મુખ્યમંત્રીની આ ભલામણને રાજ્યપાલની પણ મંજૂરી મળી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp