આશુતોષ મહારાજે કેજરીવાલ પર લગાવ્યો મોટો આરોપ, પૈસા લીધા હતા...

PC: indiatoday.in

આબકારીનીતિ કૌભાંડમાં જેલની હવા ખાઈ રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બરમાનના રહેવાસી ડૉ. આશુતોષ મહારાજે નરસિંહપુરના SP કાર્યાલય પહોંચીને આ ફરિયાદ કરી છે. થોડા વર્ષો અગાઉ આશુતોષ દિલ્હીમાં રહેતા હતા અને તેઓ અન્ના હજારેના આંદોલન સાથે જોડાયેલા હતા. આમ આદમી પાર્ટી (AAP)ની રચના બાદ આશુતોષ મહારાજ પણ આ પાર્ટી સાથે જોડાયા. તેમને ઉત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણી લડવાનો અવસર મળ્યો.

જો કે, મોદી લહેરના કારણે તેઓ આ ચૂંટણી જીતી ન શક્યા. લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ અરવિંદ કેજરીવાલે તેમને રાજ્યસભાના સાંસદ બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. તેના માટે અરવિંદ કેજરીવાલે લગભગ દોઢ લાખ રૂપિયા લીધા હતા. એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે આશુતોષના અનુયાયીઓ પાસે પણ લાખો રૂપિયા વસૂલ્યા હતા. મોટી રકમ વસૂલ્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આશુતોષ સાથે છેતરપિંડી કરી અને સંજય સિંહને તેમની જગ્યાએ રાજ્યસભાના ઉમેદવાર બનાવી દીધા.

જ્યારે આશુતોષે આ બાબતે અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી તો તેઓ રોષે ભરાઈ ગયા અને પાર્ટીમાંથી કાઢી મૂક્યા. પોતાની સાથે થયેલા આ છળ બાદ અશુતોષે રાજનીતિ છોડી દીધી અને નરસિંહપુર જઈને રહેવા લાગ્યા. જ્યારે આશુતોષે અરવિંદ કેજરીવાલ પાસે પૈસા પાછા માગ્યા તો તેમને કોઈ રકમ ન મળી. ત્યારબાદ સોમવારે તેઓ નરસિંહપુર પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચ્યા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ SPને કરી. તો પોલીસ અધિક્ષક અમિત કુમારે ફરિયાદ લઈને મામલાની તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp