આસામમાં મુસ્લિમ વસ્તી 1951માં 12 ટકાથી વધીને આજે 40 ટકા થઇ ગઇ છે: CM સરમા

PC: indiatoday.in

આસામ સરકારે રાજ્ય મુસ્લિમ વિવાહ અને તલાક રજીસ્ટ્રેશન અધિનિયમ 1935ને રદ્દ કરી દીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ બંને કાયદાઓની જગ્યાએ હવે આસામ રિપીલિંગ બિલ 2024 લેશે. મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે, અમે બાળ વિવાહ વિરુદ્ધ અતિરિક્ત સુરક્ષા ઉપાય કરીને પોતાની બહેન અને દીકરીઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે.

તેમણે કહ્યું કે, આજે આસામ કેબિનેટની બેઠકમાં અમે આસામ રિપિલ બિલ 2024ના માધ્યમથી મુસ્લિમ વિવાહ અને તલાક રજીસ્ટ્રેશન અધિનિયમ 1935ને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ કાયદાનું ઉદ્દેશ્ય આસામ મુસ્લિમ વિવાહ અને તલાક એક્ટ 1935ને રદ્દ કરવાનું છે. આ બિલને આગામી મોનસૂનમાં આસામ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આસામ મંત્રીમંડળે એવો પણ નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં મુસ્લિમ લગ્નોના રજીસ્ટ્રેશન માટે કાયદો લાવવામાં આવે. આ મુદ્દા પર પણ વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે.

આસામના મુખ્યમંત્રીએ એક દિવસ અગાઉ જ મુસ્લિમ વસ્તીમાં ઉલ્લેખનીય વૃદ્ધિ પર પ્રકાશ નાખતા જનસંખ્યાકીયા પરિવર્તનો બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બદલાતી જનસંખ્યા મારા માટે એક ગંભીર મુદ્દો છે. આસામમાં મુસ્લિમ વસ્તી 1951માં 12 ટકાથી વધીને આજે 40 ટકા થઇ ગઇ છે. આપણે ઘણા જિલ્લાઓ પર નિયંત્રણ ગુમાવી દીધું છે. એ માત્ર એક રાજનીતિક મુદ્દો નથી, એ મારા માટે જીવન અને મૃત્યુનો મામલો છે. તેમણે આ વાતો ઝારખંડની રાજધાની રાંચીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહી હતી.

આ દરમિયાન સરમાએ ઘૂસણખોરીના મુદ્દા તરફ ઇશારો કરતા કહ્યું હતું કે ઘૂસણખોર ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફથી પહેલા શરૂઆતમાં આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. તેમણે ઝારખંડ હાઇકોર્ટ દ્વારા સરકારને આપેલા એક નિર્દેશનો સંદર્ભ આપ્યો જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓની જાણકારી મેળવવા અને તેમને આશ્રિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સરમાએ એ વાત પર ભાર આપ્યો કે આ કાર્યને પૂરું કરવું કેન્દ્ર સરકારની નહીં, પરંતુ રાજ્ય સરકારોની જવાબદારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp