CMની શરત- બાંગ્લાદેશી મુસ્લિમ છોડી દે આ વસ્તુ તો આપીશું મૂળ નિવાસીનો દરજ્જો

PC: indianexpress.com

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પ્રવાસી બાંગ્લાદેશી મૂળના બંગાળી ભાષી મુસ્લિમોને રાજ્યના મૂળ નિવાસી બનવા માટે કેટલીક શરતો રાખી છે. પ્રવાસી બાંગ્લાદેશ મૂળના બંગાળી ભાષી મુસ્લિમોને 'મિયા' નામથી ઓળખવામાં આવે છે. મુખ્યમંત્રીએ તેના માટે વિશિષ્ટ શરતોની રૂપરેખા તૈયાર કરી છે. શનિવારે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એ વાત પર ભાર આપ્યો કે સ્વદેશી મનાવા માટે વ્યક્તિઓએ આસામિયા સમાજના કેટલાક સાંસ્કૃતિક માપદંડો અને પ્રથાઓનું પાલન કરવું પડશે.

મુખ્યમંત્રીએ નક્કી કરી આ શરતો:

મુખ્યમંત્રીએ મૂળ નિવાસી બનવા માટે શરતો રાખી છે, જેમાં પરિવારમાં 2 બાળકો હોય, બહુવિવાહથી બચવું અને સગીર દીકરીઓના લગ્નને રોકાવા સામેલ છે. મુખ્યમંત્રીએ કેટલાક સમૂહો દ્વારાા 'satras' (વૈષ્ણવ મઠો)ની ભૂમિ પર અતિક્રમણ પર ચિંતા વ્યક્ત કરતા આસામિયા સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરવાના મહત્ત્વ પર ભાર આપ્યો. મુખ્યમંત્રીએ એ વાતનું આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, બંગાળી ભાષી મુસ્લિમ વૈષ્ણવ મઠની ભૂમિ પર અતિક્રમણ પણ કરે છે અને ભારતીય હોવાનો દાવો પણ કરે છે. જો તમે સ્વદેશી કહેવાવા માગો છો તો પોતાના બાળકોને મદ્રેસા મોકલવાની જગ્યાએ તેમને ડૉક્ટર અને એન્જિનિયર જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરો.

તેમણે કહ્યું કે, પોતાની દીકરીઓને પણ શાળાએ મોકલવાની શરૂ કરવી જોઈએ અને તેમને પિતાની સંપત્તિઓ પર પણ અધિકાર આપવો જોઈએ. આ તેમના અને આસામના મૂળ લોકો વચ્ચે અંતર છે. જો તેઓ આ પ્રથાઓ છોડી શકે છે અને આસમિયા લોકોની સંસ્કૃતિ અપનાવી શકે છે તો કોઈ પણ સમયે તેઓ પણ સ્વદેશી બની શકે છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર બાદ આસામમાં મુસ્લિમોની બીજી સૌથી મોટી વસ્તી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી બતાવે છે કે, આસામની કુલ વસ્તીમાં મુસ્લિમોની હિસ્સેદારી 34 ટકાથી વધુ છે, પરંતુ રાજ્યમાં આ મુસ્લિમ વસ્તી 2 અલગ અલગ જાતિઓની છે.

અહી બંગાળી ભાષી અને બાંગ્લાદેશ મૂળના પ્રવાસી મુસ્લિમ અને આસામિયા ભાષી મુસ્લિમ રહે છે. વર્ષ 2022માં આસામ કેબિનેટે સત્તાવાર લગભગ 40 લાખ આસામિયા ભાષી મુસ્લિમોને સ્વદેશી આસામિયા મુસ્લિમોનાં રૂપમાં માન્યતા આપી હતી. આસામિયા ભાષી સ્વદેશી મુસ્લિમ કુલ વસ્તીના લગભગ 37 ટકા છે. બાકી 63 ટકા પ્રવાશી બંગાળી ભાષી મુસ્લિમ છે. કેબિનેટની માન્યતાના 5 વિશિષ્ઠ સમૂહ સામેલ છે, જેમાં ગોરિયા, મોરિયા, જોલાહ (માત્ર ચાના બાગોમાં રહેનારા), દેસી અને સૈયદ (માત્ર આસામિયા ભાષી) સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp