આસામના CM બધા કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લાવવા માગે છે, બસ 1ને છોડીને, કોણ હશે તે

PC: timesnownews.com

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક એવી વાત કહી દીધી છે, જેના કારણે રાજકારણમાં હાહાકાર મચી ગયો છે. લોકસભાની ચૂંટણી અગાઉ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, કોંગ્રેસને વોટ આપીને કોઈ ફાયદો નથી કેમ કે જો કોઈ જીતે પણ છે તો તે ભારતીય જનતા પાર્ટી (BJP)માં આવી જશે. કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં રહેશે કે નહીં પણ. તેના પર પણ શંકા છે કેમ કે, દરેક ભાજપમાં આવવા માગે છે. આસામના કરીમગંજ જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસના કોઈ ઉમેદવાર પાર્ટીમાં રહેવા માગતા નથી. બધાએ ભાજપમાં સામેલ થવું છે.

તેમણે આગળ કહ્યું કે, એકને છોડીને જેટલા પણ ઉમેદવાર કોંગ્રેસમાં જીતશે, હું બધાને કોંગ્રેસમાં લાવીશ. જો કે, એક નેતા કોણ છે જેનું નામ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ન લીધું? હિમંત બિસ્વા સરમાએ વધુમાં કહ્યું કે, અગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકર્તા પણ વડાપ્રધાન મોદીને વોટ કરશે. આપણે રાજ્યમાં લઘુમતીઓના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ. લઘુમતી અમને વોટ કરશે. આ વખત કરીમગંજ અને નગાંવ સીટો પર પણ જીતીશું.

થોડા દિવસ અગાઉ હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે સત્તાધારી ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન આગામી ચૂંટણીમાં પૂર્વોત્તરની 25 લોકસભા સીટોમાંથી 22 સીટો પર જીત હાંસલ કરશે. અહી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આસામની 14 સીટોમાંથી 3 સીટો માત્ર અનિશ્ચિત છે. ગયા મહિને આસામમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોએ ભાજપના નેતૃત્વવાળી હિમંતા સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. એ સમયે આસામના મંત્રી અને હિમંતના સહયોગી પિયુષ હજારિકાએ સરકારનું સમર્થન કરનારા કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 4 બતાવી હતી.

4 ધારાસભ્યો દ્વારા ભાજપને સમર્થન આપ્યા બાદ આસામના સંસદીય કાર્ય મંત્રી પિયુષ હજારિકાએ કહ્યું હતું કે શશિકાંત દાસ, સીદ્દિકી અહમદ, કમલાખ્યા, પુરકાયસ્થ અને બસંત દાસ 4 કોંગ્રેસના 4 ધારાસભ્ય છે. જેમણે હિમંત બિસ્વા સરમાના નેતૃત્વવાળી સરકારનું સમર્થન કર્યું છે. સાથે જ કહ્યું હતું કે આગામી દિવસોમાં અન્ય ઘણા લોકો અમારું સમર્થન કરશે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ ચૂંટણી પંચે લોકસભની ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચ મુજબ દેશમાં સામાન્ય ચૂંટણી 7 ચરણોમાં થશે અને 4 જૂન પરિણામની જાહેરાત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp