હવે UCC તરફ આસામ સરકારનું પગલું, મુસ્લિમ મૅરેજ એન્ડ ડિવોર્સ એક્ટ રદ્દ

PC: telegraphindia.com

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગૂ થયા બાદ હવે આસામની હિમંત સરકારે પણ એ તરફ પગલું વધાર્યું છે. આસામ કેબિનેટે શુક્રવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં આસામ મુસ્લિમ મૅરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ 1935ને રદ્દ કરી કરી દીધો છે. આ નિર્ણાય શુક્રવારે રાત્રે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આસામ સરકારના આ નિર્ણયને UCCની દિશામાં ઉઠાવવામાં આવેલું પગલું માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં હાલમાં જ UCC લાગૂ કરવામાં આવ્યો છે અને UCCને લાગૂ કરનારું ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ X પર કહ્યું કે, 23.22024ના રોજ આસામના કેબિનેટે સદીઓ જૂના મુસ્લિમ મૅરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટને રદ્દ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો. આ અધિનિયમમાં મૅરેજ રજીસ્ટ્રેશનની મજૂરી આપનારા પ્રાવધાન સામેલ હતા. ભલે વર અને વધુ 18 અને 21 વર્ષની કાયદાકીય ઉંમર સુધી ન પહોંચ્યા હોય, જેવા કાયદા દ્વારા આવશ્યક છે. આ પગલું આસામમાં બાળવિવાહ પર રોક લગાવવાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

કેબિનેટ મંત્રી જયંત મલ્લા બરૂઆએ તેને UCCની દિશામાં એક મોટું પગલું બતાવ્યું છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે આગળ જઈને મુસ્લિમ મૅરેજ એન્ડ ડિવોર્સ સાથે સંબંધિત બધા મામલા સ્પેશિયલ મૅરેજ એક્ટ અધિનિયમ દ્વારા શાસિત હશે. તેમણે સંવાદદાતાઓને કહ્યું કે, જિલ્લા કમિશનર અને જિલ્લા રજિસ્ટ્રાર હવે નવી સંરચના હેઠળ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાને રજીસ્ટ્રેશન કરવાના પ્રભારી હશે. રદ્દ થયેલો અધિનિયમ હેઠળ કાર્યરત 94 મુસ્લિમ રજીસ્ટ્રારોને પણ તેમના પદો પરથી મુક્ત કરી દેવામાં આવશે અને તેમને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

બરૂઆએ નિર્ણયના વ્યાપક પ્રભાવો પર ભાર આપ્યો. ખાસ કરીને બાળવિવાહ પર રોક લગાવવાના પ્રયાસો બાબતે તેમણે જણાવ્યું એક, વર્ષ 1935ના જૂના અધિનિયમ દ્વારા બાળવિવાહને સરળ બનાવી દીધો હતો, જે બ્રિટિશ સામ્રાજ્યને અધિન નિર્ણય હતો. મંત્રીએ કહ્યું કે, પ્રશાસન આ અધિનિયમને રદ્દ કરીને બાળવિવાહના મુદ્દાને સંબંધિત કરવા માગૂ છું, જેમાં મહિલાઓ માટે 19 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓના મિલનના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp