ચૂંટણી પંચે AAPના કેમ્પેઇન સોંગ પર પ્રતિબંધ મુકી દીધો તો આતિશી ભડકી ગયા

PC: khabarchhe.com

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રચાર ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ ચૂંટણી પંચના આ પગલાની ટીકા કરી છે. પત્રકાર પરિષદ આપતાં તેમણે કહ્યું કે આ તાનાશાહી સરકારના લક્ષણો છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આચાર સંહિતા દરમિયાન વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવા માટે ED અને CBIનો ઉપયોગ કરે છે, ત્યારે ભારતના ચૂંટણી પંચને તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી ગીતમાં તેમના વિશે લખે છે, ત્યારે તેની પર ચૂંટણી પંચને ઘણો વાંધો છે.

આતિશીએ કહ્યું, ‘જેલનો જવાબ વોટથી આપીશું’આ શાસક પક્ષ અને એજન્સીઓને ખૂબ જ ખરાબ પ્રકાશમાં દર્શાવે છે. CBI ના ડિરેક્ટરને બદલવામાં આવશે નહીં. ચૂંટણી દરમિયાન ED ડિરેક્ટરને બદલવામાં આવશે નહીં. તમે ઇન્કમટેક્સના ડાયરેકટરને ચૂંટણી દરમિયાન બદલશો નહીં. પોતાના વિપક્ષ પરના હુમલાને રોકશે નહીં, પરંતુ જો કોઈ પ્રચારમાં કહે છે કે ખોટી ધરપકડ કરવામાં આવી રહી છે તો ચૂંટણી પંચને વાંધો છે.

તેમણે કહ્યું,જ્યારે ભાજપનું વોશિંગ મશીન ચાલે છે, જ્યારે વિપક્ષી નેતાઓ એક પછી એક ભાજપમાં જાય છે અને તેમના EDના કેસ, CBIના કેસ, આર્થિક ગુનાના કેસ, એન્ટી કરપ્શન બ્યુરોના કેસ બંધ થઇ જાય છે તો તેની સામે ચૂંટણી પંચને કોઇ વાંધો નથી. ભાજપ તાનાશાહી કરે તે યોગ્ય છે, પરંતુ એ જ તાનાશાહી વિશે કોઇ પ્રચાર કરે તો તે ખોટું છે.

સૌથી મજાની વાત એ છે કે AAP નું પ્રચાર ગીત 'જેલ કા જવાબ વોટ સે દેંગે' એ આખા ગીતમાં ક્યાંય ભાજપનું નામ નથી, પરંતુ ચૂંટણી પંચ કહે છે કે જો તમે તાનાશાહીની વાત કરો છો, તો એ સત્તાધારી પાર્ટીની ટીકા છે.

AAP નેતાએ વધુમાં કહ્યું કે, ચૂંટણી પંચ પોતે માને છે કે ભાજપઆ દેશમાં તાનાશાહી ચલાવી રહી છે. તેઓ તાનાશાહીના કોઈપણ વિરોધને ભાજપનો વિરોધ માની રહ્યા છે. તાનાશાહીના કોઈપણ વિરોધને PM નરેન્દ્ર મોદીનોનો વિરોધ માને છે.

ભાજપમાં સંપૂર્ણ તાનાશાહીના સંકેતો દેખાઈ રહ્યા છે.જે રીતે CBI અને EDનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાને જેલમાં ધકેલી દેવાયા છે, જે રીતે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવામાં આવ્યા છે, જે રીતે હવે આમ આદમી પાર્ટીના પ્રચારને રોકવામાં આવી રહ્યો છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આજે આ દેશની લોકશાહી ખતરામાં છે. આજે ભારતીય જનતા પાર્ટીએ આ દેશને તાનાશાહ બનાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp