CM કેજરીવાલ જેલમાંથી બહાર આવતા હરિયાણામાં કોને ફાયદો કરાવશે, કોંગ્રેસ કે ભાજપને?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આખરે કોર્ટમાંથી જામીન મળી ગયા છે અને શુક્રવારે મોડી સાંજે તેઓ જેલમાંથી બહાર આવી ગયા છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે, મુખ્યમંત્રી કેજરીવાલ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પુરજોશમાં પ્રચાર કરશે.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે આમ તો 2019ની વિધાનસભામાં આમ આદમી પાર્ટી ખાસ કશું ઉકાળી શકી નહોતી, પરંતુ આ વખતે વોટ શેરમાં વધારો કરી શકે છે. AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પણ પડી ભાગ્યું છે અને કેજરીવાલે પોતાના 50 ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે, એનો સીધો ફાયદો ભાજપને થશે અને કોંગ્રેસને નુકશાન થશે, કારણકે આમ આદમી પાર્ટી વોટ તોડવાનું કામ કરશે. જો કે કેટલાંક લોકોનું કહેલું છે કે કેજરીવાલ કઇ બેઠકો પરથી કયા ઉમેદવારોને ઉતારે છે તે મહત્ત્વુનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp