BJPના સાંસદની માગ- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સમાજવાદી પાર્ટી પર પ્રતિબંધ મૂકો

PC: twitter.com

અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યકર્મ આયોજિત કરવામાં આવ્યો છે અને એના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યા રામ મંદિર માટે બનાવવામાં આવેલા શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મહાનુભાવોને આમંત્રણ મોકલી રહ્યુ છે. આ દરમિયાન ભાજપના સાંસદ સુબ્રત પાઠકે એક નિવેદન આપીને રાજકારણમાં આગ ચાંપી દીધી છે. સુબ્રત પાઠકે સમાજવાદી પાર્ટી માટે સખત શબ્દોના પ્રયોગ કર્યા છે. તેમના સમાજવાદી પાર્ટીના નિવેદન બાબતે રાજકારણમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે.

ઉત્તર પ્રદેશના કનૌજથી ભાજપના સાંસગ સુબ્રત પાઠકે પોતાના નિવેદનમાં સમાજવાદી પાર્ટીને રામ ભક્તોના હત્યારા તરીકે કહી દીધી હતી. પાઠકે કહ્યું કે, મારી ટ્રસ્ટને વિનંતી છે કે આવા લોકોને પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં ન આવે અને તેમની પર પ્રતિબંધ મુકી દેવામાં આવે.

સુબ્રત પાઠકે લાંબુ લચક નિવેદન આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યમાં પ્રભુ રામના જન્મ સ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થવાનું છે. દેશના અનેક રાજકીય પક્ષો અયોધ્યામાં રામ મંદિર ન બને તેના માટે રોડા નાંખતા હતા, એવી પણ મજાક કરતા હતા કે મંદિર વહી બનાયેગેં, તારીખ નહીં બતાયેંગે. આવી અનેક મજાક ભાજપ સાથે કરવામાં આવતી હતી.

સાસંદ સુબ્રતે આગળ કહ્યું કે, સમાજવાદી પાર્ટીઓ તો હદ કરી નાંખી હતી. તેમણે નિર્દોષ રામભક્તો પર ગોળીબાર કરાવ્યો હતો. પરંતુ આજ સુધી સમાજવાદી પાર્ટીએ એ બાબતે માફી માંગી નથી. સપાએ અમારી આસ્થાનું અપમાન કર્યું હતું.

સાસંદે આગળ કહ્યું હતું કે, હું શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટને વિનંતી કરું છુ કે, તેઓ દરેક સનાતની જેમની ભગવાન રામમાં આસ્થા છે, ભલે પછી તે કોઇ પણ રાજકીય પાર્ટીનો હોય, તમે તેને જરૂર આમંત્રણ આપો, પરંતુ સમાજવાદી પાર્ટી જેવી રામભક્તોની હત્યારી પાર્ટીને મંદિર બોલાવવામાની વાત તો દુર, પણ જો મંદિરમાં આવી પણ જાય તો તેમને પ્રવેશ આપવામાં ન આવે. એ લોકો જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી અયોધ્યા રામ મંદિર માટે તેમના પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.

સુબ્રત પાઠકના આ નિવેદનને કારણે રાજકારણમાં ભડકો થયો છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ તરફથી હજુ સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી. અખિલેશ યાદવને જો અયોધ્યા જવાનું આમંત્રણ મળે તો તેમના માટે ફાયદા કરતા વધારે નુકશાન થવાની સંભાવના હોવાનું જાણકારો કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp