ગેનીબેન ઠાકોરને ફટકો, બનાસકાંઠા કોંગ્રેસના આ નેતાએ પાર્ટી છોડી, ભાજપમાં જોડાશે

PC: zeenews.india.com

બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે ગેનીબેન ઠાકોર પર દાવ રમ્યો છે અને તેમની લોકસભા 2024ની ટિકિટ આપવામાં આવેલી છે.જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.ગેનીબેન ઠાકરો પ્રચાર પણ શરૂ કરી દીધો છે એ દરમિયાન તેમને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ડી. ડી. રાજપુતે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે અને એકાદ- બે દિવસમાં તેઓ ભાજપમાં જોડાઇ જશે.

બનાસકાંઠા કોંગ્રેસના પીઢ નેતા અને થરાદ રાજપુત સમાજના પ્રમુખ ડીડી  રાજપુતે કોંગ્રેસને રામ રામ કરી દેતા અને ભાજપમાં જોડાવવાની જાહેરાત કરવાને કારણે ગેનીબેન ઠાકોરને મોટો ફટકો પડી શકે છે. ડીડી રાજપુત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા.

જાણવા મળેલી માહિતી પ્રમાણ બનાસકાંઠાના વાવ-થરાદના કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપુતે રાજીનામું આપતા પહેલાં પોતોના સમર્થકો સાથે ફાર્મ હાઉસ પર એક બેઠક કરી હતી અને એ પછી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સંભવત 31 માર્ચે રાજપુત ભાજપામાં જોડાઇ જશે.

ડીડી રાજપુતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલેલા રાજીનામામાં લખ્યું છે કે હું ડીડી રાજપુત, થરાદ, જિલ્લો બનાસકાંઠા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે અને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.

રાજપુતે મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઇન્કાર કર્યો હતો એ વાતથી હું નારાજ હતો અને એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છું.

ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં જે ભરતીમેળો શરૂ કર્યો હતો, તેમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિતના મોટા મોટા નેતાઓએ કોંગ્રેસને રામ રામ કરીને કેસરિયો ધારણ કરી લીધો છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી ચૂંટણી જીત્યા હતા. ગેનીબેન એક બોલકા નેતા છે અને તેમણે પ્રજાની વચ્ચે જઇને લોકોના કામ કરેલા છે. કોંગ્રેસે આ વખતે ગેનીબેન ઠાકોરને લોકસભાની ટિકિટ આપી છે. ભાજપે નવા ચહેરા તરીકે ડો. રેખાબેન ચૌધરીને ઉતાર્યા છે. બનાસકાંઠા પર બે મહિલાઓ સામ સામે ચૂંટણી લડવાની છે.

કોંગ્રેસના જ લોકો એવું કહી રહ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જઇ રહ્યા છે છતા કોંગ્રેસનું હાઇકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરવા તરફ કોઇ ધ્યાન આપતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp