બેંગ્લુરું (દક્ષિણ) લોકસભા: આ બેઠક પર બ્રાહ્મણ સમાજના નેતાઓ વધારે જીતે છે

PC: news18.com

કર્ણાટકના બેંગલુરુ (દક્ષિણ) બેઠક પરથી ભાજપે તેજસ્વી સૂર્યાને ફરી રિપીટ કર્યા છે. 2019માં જ્યારે તેજસ્વી સૂર્યા ભાજપની ટિકિટ પર લડેલા સૌથી નાની વયના સાંસદ હતા, તે વખતે તેમની ઉંમર 28 વર્ષની છે અત્યારે 33 વર્ષના થઇ ગયા છે. તેજસ્વી સૂર્યાની સામે કોંગ્રેસે સૌમ્યા રેડ્ડીને મેદાનમાં ઉતારેલા છે. આ બેઠક પર બ્રાહ્મણ સમાજના નેતાઓ વધારે જીતે છે. સૂર્યા બ્રાહ્મણ છે અને સૌમ્યા રેડ્ડી OBC છે. 26 એપ્રિલે આ બેઠક પર મતદાન થઇ ગયું છે.

કર્ણાટકની આ બેઠક પર 8 વિધાનસભા આવે છે, 1977 પછી કોંગ્રેસ માત્ર એક વખત આ બેઠક જીતી છે. 1996થી ભાજપનો આ બેઠક પર કબ્જો છે. 1977માં પૂર્વ મુખ્યમંત્રી ગુંડુ રાવ કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક જીતેલ. આ બેઠક પર 23 લાખ મતદારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp