ભરૂચ લોકસભામાં હવે ત્રીજા વસાવાની એન્ટ્રી,ભારતીય આદિવાસી પાર્ટી ઉમેદવારો ઉતારશે

PC: news24online.com

ભરૂચ લોકસભાની બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવેલી છે અને ભાજપે મનુસખ વસાવાને સાતમી વખત રિપીટ કર્યા છે. અત્યાર સુધી INDIA ગઠબંધન અને ભાજપની લડાઇ હતી, પરંતુ હવે ત્રીજા વસાવાની એન્ટ્રી થઇ ગઇ છે. 35 વર્ષથી આદિવાસી સમાજ પર રાજ કરતા છોટુ વસાવાને ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના સંયોજક બનાવવામાં આવ્યા છે અને BAP પણ તેના ઉમેદવારો ભરૂચ બેઠક પરથી ઉતારશે.

છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી બનાવેલી છે અને છોટુ વસાવાના અન્ય એક પુત્ર મહેશ વસાવા તાજેતરમા જ ભાજપમાં જોડાઇ ગયા છે. ભારતીય આદિવાસી પાર્ટીની બેઠક તાજેતરમાં ભરૂચમાં મળી હતી અને તેમાં છોટુ વસાવાને સંયોજક બનાવાયા છે. ભરૂચ પરથી BAP પણ ઉમેદવાર ઉતારશે.રાજકારણના જાણકારોનું કહેવું છે કે આ સમીકરણને કારણે AAPને નુકશાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp