મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકનો પ્લાન શું છે? PM મોદીના વખાણ, રાહુલ પર પ્રહાર

PC: telegraphindia.com

2024ની લોકસભાની ચૂંટણી દંગલ વચ્ચે મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસમાં બીજા નંબરની હેસિયત રાખનાર નેતા અભિષેક બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નામ લીધા વિના પ્રહાર કર્યો છે અને INDIA ગઠબંધન ફેલ થવાના કારણ પણ ગણાવ્યા. અભિષેક બેનર્જીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વોટ શેરમાં વધારો થશે.

જ્યારે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે તેમના વખાણ કર્યા. અભિષેક બેનર્જીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઉંમરમાં પણ 12-14 કલાક કામ કરે છે, એ પ્રશંસાપાત્ર છે. મને નથી લાગતું કે જ્યારે આપણે તેમની ઉંમરમાં હોઈશું તો એટલું કામ કરી શકીશું. જ્યારે તેમને INDIA ગઠબંધનમાં સીટ શેરિંગ પર સામાન્ય સહમતી ન બનવાને લઈને સવાલ કરવામાં આવ્યો તો અભિષેક બેનર્જીએ કહ્યું કે, સીટ શેરિંગ પહેલા નક્કી કરવી જોઈએ. તેમણે એ કામ ન કર્યું. 

અભિષેક બેનર્જીએ કહ્યું કે, તેમને વિધાનસભામાં જીતની આશા હતી, જેથી બાર્ગેનિંગ ક્ષમતા વધી શકે. જો કે, એમ ન થઈ શક્યું. તેમણે વધુમાં કહ્યું કે, તેમને હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ પણ અમારી બેઠકો થઈ. તેમણે આ મુદ્દા પર વાત ન કરી. મને લાગે છે કે તેઓ સીટ શેરિંગ કરવા માગતા નહોતા. જ્યારે અંતિમ બેઠક થઈ તો અમે સમય આપ્યો અને સ્પષ્ટ કહ્યું હતું કે તમે નિર્ણય લઈ શકો છો તો લો. નહીં તો અમે એકલા ચૂંટણી લડીશું.

અભિષેક બેનર્જીને જ્યારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદર્શન બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમિત શાહ પહેલા પશ્ચિમ બંગાળની 35 સીટો પર દાવો ઠોકતા હતા. જો કે, ચૂંટણીની તારીખ સામે આવતા જ 25 પર આવી ગયા. બેનર્જીએ લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદર્શનમાં સુધાર થવાનો દાવો કર્યો. અભિષેક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ અને રાહુલ ગાંધીની નિંદા બાદ અનુમાનોનો બજાર ગરમ થશે એમ માનવામાં આવી રહ્યું છે.

હાલમાં જ અભિષેક બેનર્જીએ એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. આ દરમિયન તેમણે કહ્યું કે, તમારે જેને વોટ આપવા હોય, તમે તેને આપો, પરંતુ જે વડાપ્રધાને કહ્યું છે કે વર્ષ 2022 સુધી બધાને આવાસ મળી જશે. વર્ષ 2024 આવી ગયું શું તમને આવાસ મળ્યું. જે ખોટું બોલે છે તેમને પૂછો શું થયું. મમતા બેનર્જીએ જે વાયદો કર્યો તેને પૂરા કર્યા, આગળ કરતા રહેશે. તૃણમૂલ કોંગ્રેસ કોઈ ખોટા વાયદા કરતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp