ગુજરાતના બે પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો, ભાયાણી કહે કાર્યકર્તાઓને પૂછી..

PC: twitter.com

આ વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે અને તેને લઈને દરેક પાર્ટી પોત પોતાની રીતે રણનીતિ બનાવીને જમીન પર ઉતારી રહી છે. તો આ દરમિયાન પક્ષ પલટો પણ થઈ રહ્યો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો. આ દરમિયાન ક્રોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ને ઝટકા પર ઝટકો લાગી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના 2 પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીએ પક્ષનો સાથ છોડ્યો છે. આજે બંને પૂર્વ ધારાસભ્ય ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેસરિયો ધારણ કરાવ્યો.

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેશોદની ટિકિટ ન આપતા અરવિંદ લાડાણીએ નારાજગી સાથે પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદ તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. હવે આજે તેમણે ફરી એક વાર કાર્યકર્તાઓ સાથે ઘર વાપસી કરી છે. તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું હતું કે, મેં મારા કાર્યકર્તા અને મતદાતાઓને પૂછીને આ નિર્ણય લીધો છે. આ અગાઉ પણ કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા તેમજ ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કેસરિયો ધારણ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં ચિરાગ કાલરીયા જામજોધપુર બેઠકથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા.

ચિરાગ કાલરિયા અગાઉ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા ચર્ચામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે પણ ઘર વાપસી કરી હતી. વર્ષ 2017માં ચિરાગ કાલરિયા જામજોધપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતા.

શનિવાર બાદ રવિવારે પણ ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે. ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ રવિવારે ભાજપમાં જોડાશે. આણંદ જિલ્લા પંચાયતના 1 સભ્ય, ખંભાત પાલિકાના 3 સભ્ય પણ તેમની સાથે ભાજપમાં જોડાશે. ખંભાત તાલુકા પંચાયતના 3 સભ્ય અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા 2 લોકો ભાજપમાં જોડાશે. રવિવારે ખંભાતમાં 11:00 વાગ્યે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 1500 લોકોને ભાજપમાં જોડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp